________________
'
1
પ૨૦
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ગચ્છોના વાડા ન જોઈએ.” એમ સમજ્યા વિના બોલે તે ન ચાલે. વસ્તુતત્ત્વ જાણ્યા વિના બોલવાથી પાપ લાગે છે. શ્રુતજ્ઞાન રૂપ રત્નમય ચૂલા
હવે મેરૂગિરિના શિખરને ચૂલા શીખા છે. એ શીખા નિર્મલ વેરૂલ રત્નની છે શ્રીસંઘમેરૂમાં શિખર સમાન સૂરિવર પણ ઉત્તમ જ્ઞાનરત્નરૂપી ચૂલાથી દીપ્તિમાન છે. એ શ્રુતજ્ઞાનરૂપ રત્ન ચૂલા સમજવી. ત્યાં કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાન તો પ્રભુની હયાતીમાં કે ત્યારબાદ થોડો કાળ હોય, બાકી શાસન તો દીર્ઘકાળ સુધી શ્રુતજ્ઞાનના બળથી જ નભે. શ્રુતરૂપ ચૂલાનો પ્રકાશ ઝીલીને આચાર્ય તમારા પર નાખે? : :
કમળની ઉપમામાં શ્રતને નાળ તરીકે ગણેલ છે જ્યારે મેરૂમાં ચૂલાના સ્થાને ગણે છે. શ્રુતરૂપ ચૂલાનો પ્રકાશ આચાર્ય ઝીલે અને તમારા પર નાખે. હવે વિચારો કે આચાર્ય ત્યાંથી પ્રકાશ લઈને તમારા પર નાખે કે તમારામાંથી લઈને ત્યાં ફેંકે ? શ્રુતને કમળની ઉપમામાં નાનું કહ્યું, કેમ કે નાળ વિના કમળ બહાર જ ન આવે. અહીં શ્રુતને રત્નમય ચૂલી કહી, ત્યાંથી પ્રકાશ ઝીલીને આચાર્ય બધા પર નાખે. એ જ રીતે ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ વગેરે ક્રમસર ઝીલે. ત્યાંથી ઝિલાયેલું તે સાચું અને ઘરનું ખોટું. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શું ફરમાવે છે ? તે જોઈએ:
શ્રીસંઘમેરૂના વર્ણનમાં ચૌદ ગાથા કહી. આ નંદીસૂત્રની ગાથા છે, જેના કહેનારા મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણ ગણિવરજી છે. હવે આ વિષયને સમાપ્ત કરવો છે. ચર્ચા ચાલુ થઈ ત્યારે ચાલુ કર્યો હતો. જામનગર અને પાટણે જે કરવું હતું તે કર્યું, એટલે આપણે પણ આ વિષયને હવે પૂર્ણ કરીએ પણ એ પૂર્ણ કરતાં પહેલાં એક-બે દિવસ માટે શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘસ્વરૂપ માટે શું ફરમાવે છે તે પણ વિચારી જઈએ.