SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ 1603 ૨૭ : સંસાર એક કતલખાનું 107 ૪૧૫ ચડ્યા નથી એને પડવાનું શું ? જ્યાં સુધી વીતરાગતા ન આવે ત્યાં સુધી કોઈપણ ક્ષણે પડવાનો ભય ચાલુ છે. સંયમ લીધા પછી પણ પડાય, ન પડાય એમ નહિ. બારમે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પડવાનો ભય નથી. છઠ્ઠા ગુણસ્થાનકવાળા ન જ પડે એમ તો અજ્ઞાની હોય તે બોલે. અગિયા૨મે ગુણસ્થાનકે પહોંચેલો પડે, તો છઠ્ઠાવાળાની ગુંજાયશ શી ? ન જ પડવાના હોય એને જ દીક્ષા અપાય એમ હવે કહેવાય ? ન જ પડે એની ખાતરી શી ? શ્રી જિનેશ્વરદેવ પાસે દીક્ષા લેનારાઓ, પૂર્વધર થયેલાઓ, અગિયા૨મે ગુણસ્થાનકે ગયેલાઓ પણ પડે છે. મોહનું સ્વરૂપ જ એવું છે. ઘણોય સાવધ હોય પણ કોઈ જમીન જ એવી હોય કે જ્યાં પગ ખસે જ ત્યાં શું થાય ? એવી જમીન તો જે ઠેકીને કૂદી જાય તે જ બચે બાકી તો ગમે તેટલું સાચવીને ચાલે તોય ખવાનો જ. કારણ કેં એ જમીન જ એવી લીસી ને ચીકણી છે કે જ્યાં ગમે તેટલી સાવધગીરી પણ ન ચાલે. કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનથી સામા જીવનું પતન જોવા છતાં પણ સંયમ આપેલ છે. કેમ કે એ જોતાં હતા કે પડશે તો એ ફરી ચઢવાનો. વ્યવહારમાં પણ કહેવત છે કે ચઢે તે પડે, પડેલો પાછો ચઢે પણ ખરો. પણ મોં વકાસીને ઊભો રહેલો પાંગળો તો કદી ચઢે જ નહિ, પછી એ પડે શાનો ? પરંતુ એને કદી ચઢવાની આશા જ નથી. દરિદ્રીને શાનું ? આબરૂ હોય તેને જ આબરૂ જવાનો ભય ને ? પોતે નહિ ચઢેલા અને ચઢવાની ઇચ્છા વિનાના છતાં ચઢનાર માટે પડવાના ભયની વાતો કરનારાને શાસ્ત્ર વાયડા કહે છે. ચઢ્યા નથી એને પડવાનું શું છે ? એ તો પડેલા જ છે. બળવાનની સામે ક્ષમા, અહિંસાદિ સહજ છેઃ રાગ, દ્વેષ, મોહ ભયંકર શત્રુઓ છે. સંસાર એ કતલખાનું જ્યારે લાગે ત્યારે પોતાના આત્માને એનાથી બચાવવાની તીવ્ર ભાવના જાગે અને પછી બચવા માટે એ આત્માને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચે મહાવ્રત પાળવાં પડે. પાળવાં પડે એમ નહિ. પણ એ આત્મા પાળવાને ઇચ્છે. પાળવાં પડે તો ત્યાં કહેવાય કે જ્યાં ફરજિયાતપણે પાળવાનાં હોય. ઘણીવા૨ ફરજિયાત અહિંસક કે સહનશીલ બનવું પડે છે. ફરજિયાત સંયમ પાળવું પડે એવું પણ બને છે. ગમે તેવો ગુસ્સો આવે પણ ઘણીવા૨ ફરજિયાત ગમ ખાવી પડે છે. નબળાની સામે શક્તિ છતાં જે હાથ ન ઉગામે તે જ સાચો દયાળુ છે. બળવાનની સામે તો કસાઈ પણ હાથ જોડે તેમાં નવાઈ નથી, કેમ કે, સમજે છે કે એક મારતાં બે સામી પડશે. બળવાનની સામે ક્ષમા, અહિંસા,
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy