SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : એવાઓથી સાવધાન રહેજો ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૭, શુક્રવાર, તા. ૭-૩-૧૯૩૦ ♦ ઉપાધ્યાયજી મહારાજની બે શરત : ♦ તત્ત્વની જિજ્ઞાસા વિના શ્રવણ ફળતું નથી : ♦ ધર્મી તરીકે ઓળખાવનારાની જવાબદારી : ♦ દરેકને શક્તિ મુજબ નિયમો હોવા જ જોઈએ : ♦ સમ્યગ્દષ્ટિ કોને હોય ? ♦ નિયમ વિના સંઘ ન શોભે ? ♦ નિયમ તૂટી જાય તો ? ...આ તો જૈનશાસનના નાશની પેરવી છે ! · ♦ નિયમ વિના કેમ ન ચાલે ? આવાઓ જૈનસંઘ માટે ભારભૂત ♦ એ બધા વિષવૃક્ષ જેવા પાક્યા છે : ♦ એમને કહી દો કે-‘અમારા પૈસા તમારા માટે નથી : • જૈન સાત વ્યસનનો ત્યાગી હોય ? ♦ હોળી આવે છે. એમાં પાપને બાળી નાંખો ! છે : 83 ઉપાધ્યાયજી મહારાજની બે શરત : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની સ્તુતિ ક૨તાં એને નગર વગેરે સાત રૂપકોથી સરખાવી હવે મેરૂની સાથે સરખાવે છે. મેરૂને જેમ વજ્રરત્નમય પીઠ હોય તેમ શ્રી સંઘને સમ્યગ્દર્શન રૂપ વજ્રરત્નમય પીઠ હોય છે. મેરૂની પીઠની જેમ એ પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. સંઘમાં રહેનાર દરેક વ્યક્તિ શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન કરે, પ્રાણાન્તે પણ અન્ય મતની અભિલાષા ન કરે, શ્રી જિનેશ્વર ભગવાને કહેલાં ધર્માનુષ્ઠાનના ફળમાં સંદેહ ન ધરે, મિથ્યાદૃષ્ટિની પ્રશંસા ન કરે અને એનો પરિચય પણ ન કરે; એટલે કે એના પરિચયથી સદંતર દૂર રહે. આ રીતે પીઠ દૃઢ બનાવવી જોઈએ. ત્યાર બાદ ઉત્તમ પરિણામની ધારામાં રહીને એને રૂઢ બનાવવી જોઈએ, તત્ત્વની તીવ્ર રુચિ કેળવી એને ગાઢ બનાવવી જોઈએ અને જીવાદિ પદાર્થોનો સમ્યગ્ બોધ મેળવી અવગાઢ બનાવવી જોઈએ.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy