SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 1218 ૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ ભૂલે તો એકેંદ્રિયમાં જાય. વાવડીમાં અપ્લાય તરીકે કે વિમાનમાં પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય. ઇંદ્રો ભગવાનને કહે છે કે- પ્રભુ ! આપ અમારા કલ્યાણને માટે જ ઉત્પન્ન થયા છો. સભા પ્રભુ આટલી કડક ટીકા કરે તો ઇંદ્રો સમોસરણ પાછું ખેંચી ન લે ?’ ઇંદ્રોમાં આજની વીસમી સદીની એ બુદ્ધિ નથી. એ તો પ્રભુના ચરણની ધૂળ પોતાના મસ્તકે ચઢાવે છે, પ્રભુને જમીન પર પગ પણ મૂક્વા દેતા નથી. ઇંદ્રો માને છે કે-અમારું અવધિજ્ઞાન તથા દેવતાઈ ઋદ્ધિ સિદ્ધિ અને શક્તિ આજે જ સફળ થઈ. ધર્મ કહે છે કે ‘ હું આપીશ બધું, પણ માગીશ મા !’ ભગવાન મહાવી૨દેવના જીવે ધર્મ પાસે બળ માગ્યું તો.ધર્મે તેમને તે આપ્યું. એ ત્રિપૃષ્ટ થયા, બળવાન બન્યા, ત્રણ ખંડના માલિક થયા, સિંહને ચીર્યો, આજ્ઞા ન પાળનારના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું, ખૂબ ધમાચકડી કરી પછી અંતે શું થયું ? સીધા સાતમી નરકે ગયા. ધર્મે કહ્યું કે-માગ્યું કેમ ? હવે પધારો અને માગ્યાનાં ફળ ભોગવો.' ધર્મીને ધર્મ કહે છે કે-તમે ગભરાઓ નહિ. દેવલોક કોના માટે છે ? તમારા માટે જ છે; પણ માગો નહિ. દેવલોકમાંથી પુણ્યવાન અવે તે સારી રીતે ચ્યવે છે. બાકી પુણ્યવાન ન હોય તેને તો ત્યાંથી ચ્યવતી વખતે મહાદુ:ખ થાય છે. સાગરોપમનાં સુખ છેલ્લાં છ મહિનામાં બળીને રાખ થાય છે. ‘હાય બંગીચા ! અને હાય વાવડી !'ની બૂમરાણ મચાવતાં એ ચ્યવે છે. એ વખતે એમનાં વિમાન ઝાંખા પડી જાય છે, એમનાં અંગો ધ્રૂજે છે અને ત૨ફડિયાં મારતાં જ આયુષ્ય પૂરું કરે છે. પુણ્યવાન જીવને આવું કાંઈ થતું નથી. સભા ‘સાગરોપમનાં સુખ છ મહિનામાં બળીને રાખ ?' બે કલાક સુધી ખા ખા કરે એ સ્વાદ, એક અજીર્ણનો ઓડકાર આવે એટલે ખલાસ. માગીને મેળવેલું માર્યા વિના રહેતું નથી. માટે ધર્મ પાસે માગવાનું ભૂલી જાઓ. ધર્મનો સ્વભાવ જ એ છે કે જે શરણે જાય તેને એ બધું આપે અને સાથે સાથે એની રક્ષા પણ કરે. એ એને સુખમાં ફસાવા ન દે. એ માગવાનો સ્વભાવ ત્યારે જ જાય કે જ્યારે સંસારનો ભય જાગે, મોક્ષપ્રાપ્તિની ઇચ્છા જાગે અને એ માટે ઇંદ્રિયો તથા મનને જીતવાનું મન થાય. ઇંદ્રિયો તથા મનને જીતવા માટે જ્ઞાનીઓએ નિયમોનું વિધાન કર્યું છે. એ નિયમોનું વિશેષ વર્ણન શું કરે છે, તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy