________________
૨ : મળશે બધું પણ માગશો શું ? - 82
પોતાની મરજી પ્રમાણે વિદ્યાર્થી ન રમી શકે. એકડિયા વર્ગમાં લખોટા વગેરે પણ રખાય. શિક્ષક ભણાવતાં ભણાવતાં બાળકને ૨માડે, હસાવે એનો વાંધો નહિ પણ વિદ્યાર્થી પોતાની મરજી પ્રમાણે ન રમી શકે. એ જ રીતે પ્રભુનો ધર્મ એવો છે કે એ મુક્તિ જ આપે. મુક્તિ ન મળે ત્યાં સુધી નરકાદિમાં તો ન જ જવા દે અને સંસારમાં સુખી જ રાખે; પણ ધર્મ પાસે સુખ મગાય નહિ. ધર્મ કહે છે કે હું રાજ ઋદ્ધિ, સિદ્ધિ બધું આપું પણ ન માગે તો; માગે તો ખલાસ. આપું તો ખરો પણ પછી એવો ખસી જાઉં કે માગનારનો પત્તો જ ન લાગે.
1217
૨૯
ધર્મના શરણે સર્વસ્વનું સમર્પણ કરી દેવું જોઈએ. ‘હું અને મારું સર્વસ્વ તારું છે' એમ ધર્મને કહેવું જોઈએ. શ્રી જિનેશ્વરદેવો માતાના ગર્ભમાં આવે ત્યાંથી માંડીને છેવટ સુધી એમની તમામ ચિંતા ઇંદ્રો કરતા. ભગવાન ક્યાં બેઠા, ક્યાં ઊભા, ક્યાં જાય છે, શું કરે છે, એમનું મન શું છે, એ બધી ખબર ઇંદ્રોને રાખવી પડતી હતી એનું કારણ ? એમણે ધર્મનું એવું સેવન કર્યું હતું. જન્માભિષેક સમયે અથવા તો સમોસરણ રચાય ત્યારે બધા એમના સેવકો કેવી ભક્તિ કરે છે ? ભગવાનનું સમોસરણ કેવું હોય ? જોનારની આંખો પહોળી થઈ જાય એવું. એમ છતાં ભગવાન એમાં જરાયે લેપાતા નથી કે રાજીપો અનુભવતા નથી.
સભા : મેઘમાલી પર તથા ઇંદ્ર પર બેય પર સમાનતા ?’
જરૂર ! એક પોતાને કર્મક્ષયમાં સહાય કરે છે અને બીજો કર્મક્ષય નિમિત્તે ગુણ ગ્રહણ કરે છે; એમાં હાનિ શી છે ?
ઇંદ્રાદિ દેવો સમોસરણ રચે છે છતાં એમના રચેલા સમોસરણમાં બેસી ભગવાન કહે શું ?
असारोऽयं संसारः ।
જેના બનાવેલા સમોસરણમાં બેઠા તેમની જ ઝાટકણી કાઢે છે ને ? દેવોમાં સમોસરણ રચવાની કળા તો છે પણ એ ભગવાન માટે જ ૨ચે અને બીજા માટે કેમ નહિ ? ત્યાં ભગવાનનું પુણ્ય એ જ કારણ છે. દેવોની એ કળામાં પણ ભગવાનનો જ પ્રભાવ છે. ચાર દિશામાંથી ભગવાન તો એક જ દિશામાં બેસે જ્યારે બાકીની ત્રણ દિશામાં ભગવાનનાં પ્રતિબિંબ દેવતા કરે. એ પ્રતિબિંબ પણ ભગવાન જેવાં જ જણાય તેમાં પણ ભગવાનનો પ્રભાવ છે. દેવતામાં સ્વતંત્રપણે એવાં પ્રતિબિંબ કરવાની તાકાત નથી. ભગવાનનો પ્રભાવ એમાં ભળે છે માટે જ દેવો એ કરી શકે છે.
આટલી સેવા કરનાર દેવતાઓને પણ ભગવાન પ્રમાદી કહે છે. દેવતા