SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ જે મક્કમતાની આવશ્યકતા છે તે નહિ હોય તો કામ નહિ થાય. સમ્યગ્દર્શન મજબૂત જોઈએ. એ પીઠ પોલી ન ચાલે. એની દૃઢતા માટે પાંચ દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. એ પાંચ દોષો કયા ? (૧) શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા. (૨) અન્ય મતની કાંક્ષા - અભિલાષા. (૩) શ્રી જિનેશ્વરદેવે ફ૨માવેલાં ધર્માનુષ્ઠાનના ફળમાં સંદેહ (૪) મિથ્યાદૃષ્ટિની પ્રશંસા અને (૫) મિથ્યાદૃષ્ટિનો પરિચય. 1216 દૃઢતા પછી રૂઢતા અને અવગાઢતાનું વર્ણન આપણે કરી ગયા છીએ. આગળ એ પણ વાતો કરી કે પ્રતિસમયે વિશુદ્ધ બનતી જતી પરિણામની ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તવાથી એ પીઠ રૂઢ થાય, તત્ત્વની તીવ્ર રૂચિથી એ પીઠ ગાઢ થાય અને વાદિ પદાર્થોના સમ્યગ્ બોધથી એ પીઠ અવગાઢ થાય. એ રીતે પીઠનું વર્ણન કરી ગયા બાદ મેખલાના વર્ણનમાં જણાવી ગયા કે ઉત્તરગુણોરૂપ રત્નોથી મંડિત (જડેલી) મૂળગુણરૂપી સુવર્ણની મેખલા જોઈએ. હવે ચિત્રકૂટ એટલે શિખરનું વર્ણન કરે છે. મેરૂને જેમ સુવર્ણના શીલાતલ ૫૨ શિખરો છે અને અમુક સ્થાને ગોઠવાયેલાં છે, તેમ શ્રી સંઘમેરૂને પણ ચિત્તરૂપી શિખરો ઊંચા નિયમોરૂપી શીલાતલ પર ગોઠવાયેલાં હોય. ઇંદ્રિયો તથા મનનું જેનાથી નિયમન થાય તે નિયમ. હવે એ નિયમની વાત કરતાં પહેલાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા બે શરત માગે છે. તે કઈ ? તેનું વર્ણન કરતાં કહે છે કે बिभेषि यदि संसारात्, मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रिय जयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् । । १ । । ज्ञानसार. સંસારનો ભય હોય અને મોક્ષની ઇચ્છા હોય તો જ જે વાત કહેવાની છે તે કહેવાય. નહિ તો કહે કોને ? માટે પહેલાં જ એ પૂછે છે કે સંસારનો ભય છે ? મોક્ષપ્રાપ્તિની ઇચ્છા છે ? આ બે વાતમાં જો સામો ના પાડે તો આ ઉપકારી કહે છે કે ‘તો અમે તને કંઈ કહેવા માગતા નથી. આ બે વાતમાં જો હા હોય તો જૈનશાસનમાં આવ,’ એમ મહર્ષિ કહે છે. ઇચ્છા તો મુક્તિની જ જોઈએ. પ્રભુનો ધર્મ એવો છે એનાથી મળે બધું પણ એ બધું મગાય નહિ. ‘માગે એને મળે જ’-એવું નહિ અને મળે તો પણ સંસારમાં ભટકવા માટે જ. જૈન સંસાર ગમે તેને આ મહર્ષિ બહાર જવાનું કહે છે. ૨મતિયાળ વિદ્યાર્થીને શિક્ષક બહાર જવાનું કહે. ‘ભણવું હોય તો અંદર બેસ ! નહિ તો બહાર ચાલ્યો જા,' એમ કહે . ક્લાસમાં શિક્ષક ૨માડે તેમ વિદ્યાર્થીથી ૨માય પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy