________________
120
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ આ રીતે પીઠનું વર્ણન કર્યા બાદ મેખલાના વર્ણનમાં જણાવી ગયા કે મેરૂપર્વતને જેમ રત્નજડિત સુવર્ણમય મેખલા હોય તેમ શ્રી સંઘમેરૂને ઉત્તરગુણરૂપી રત્નજડિત મૂળગુણરૂપ સુવર્ણમય મેખલા હોય. આથી એ સ્પષ્ટ થાય છે કે આખોયે સંઘ મૂળગુણો તથા ઉત્તરગુણોનો પૂજારી હોય. પછી કોઈ પાલક હોય તો કોઈ પ્રચારક હોય, કોઈ સહાયક હોય તો કોઈ સેવક હોય પણ વિપરીત ભાવ તો કોઈને ન જ હોય. જેને મૂળગુણ તથા ઉત્તરગુણ ઉપર પ્રેમ નથી, સદ્ભાવ નથી, તે શ્રી સંઘમાં રહેવા માટે લાયક નથી. : ",
મેરૂગિરિની સુવર્ણમય શીલાતલ ઉપર જેમ ઊંચાં, શ્વેત, કાન્તિમાન અને ઝળહળતાં શિખરો છે તેમ શ્રી સંઘમરૂની સ્વચ્છ, દીપ્તિમાન અને ઝળહળતી ઊંચા પ્રકારના નિયમોરૂપી સુવર્ણ શીલાતલ પર ઉત્તમ ચિત્તરૂપી કૂટો ગોઠવાયેલાં છે. નિયમ તે કહેવાય કે જેનાથી ઇંદ્રિયો તથા નઇંદ્રિય (મન)નું દમન-નિયમન થાય. હવે એ નિયમોની વાત કરતાં પહેલાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાના શબ્દો આપણે વિચારી રહ્યા છીએ. તેઓશ્રી ફરમાવે છે કે
बिभेषि यदि संसारात, मोक्षप्राप्ति च काङ्क्षसि ।
तदेन्द्रिय जयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ।। અર્થ :- “જો તું સંસારથી ભય પામ્યો છે, મોક્ષપ્રાપ્તિને ઇચ્છે છે તો
ઇંદ્રિયોનો જય કરવા માટે દઢ પુરુષાર્થને ફોરવ.” એ મહાત્મા કહે છે કે જો તને સંસારનો ભય અને મુક્તિની ઇચ્છા હોય તો જ જે વાત અમારે તને કહેવી છે તે અમે કહીએ, જો એ ન હોય તો તને કાંઈ પણ કહેવું નકામું છે. જેને સંસારમાં મઝા આવે, જે મુક્તિને ન માને, તે આ વાત માને ? ન જ માને. લાયકાત વિનાનાને ઉપદેશ આપવાની ગ્રંથકારશ્રી પણ ના પાડે છે. ઉપદેશ પણ લાયકને જ અપાય. જેને ન ગમે, ન રૂચે તેને તો ઉપદેશ આપવાનો પ્રયત્ન ન જ કરવો.
ઇંદ્રિયો અને મનનો જય કરવા રાજી કોણ હોય ? એને બહેકાવવામાં જ સૌને આનંદ આવે છે માટે જ આ મહાત્મા પહેલી એ બે શરત મૂકે છે. મન ફાવે તેમ મહાલવું અને ઇંદ્રિયો માગે તે તેને આપવું, આ તો પોતાનો જન્મસિદ્ધ હક્ક હોય રીતે જ સૌ વર્તે છે. “ઇચ્છાઓ ઉપર કાપ મૂકવાની, અગર નથી મળતું તો વ્યર્થ ઇચ્છાઓ કરી શા માટે ? કર્મ બાંધવા ? એવી શિખામણ આપનારા કેટલા ? એ મહાપુરુષ ફરમાવે છે કે જો સંસારનો ભય હોય અને મુક્તિની ઇચ્છા હોય તો ઇંદ્રિયો તથા મનનો જય કરવા શક્તિ હોય તેટલાં પુરુષાર્થ ફોરવ.'