________________
1249
૫ઃ બંધનમુક્તિનો માર્ગ, નિયમ – 85
૬૧
હોય અને મોક્ષની ઇચ્છા ન હોય તે ઇંદ્રિયજયની વાત સાંભળે જ નહિ. ઇંદ્રિયોને મહાલવા દેવામાં જ જેને આનંદ હોય તેની પાસે ઇંદ્રિયજયની વાત કરવી જ નકામી.
ઉપદેશ પણ યોગ્યને જ હોય :
પહેલો વર્ગ તો એવો છે કે જે ‘નિયમ તો ઘેલાંઓ જ લે' એમ માને છે. નિયમને એ બંધન માને છે, પરતંત્રતાની બેડી સમજે છે, જીવનવિકાસને રૂંધના૨ ગણે છે. એટલે જે સાધુ નિયમની વાત કરે તેમની પાસે એ જતા જ નથી. ‘નિયમ બંધનરૂપ છે, ઝેરરૂપ છે, માનવપ્રગતિમાં અવરોધક છે,’-આવી હવા એ વર્ગ ચોમેર ફેલાવી રહ્યો છે. એક કાળે નાનું બચ્ચું પણ કાંઈ ને કાંઈ નિયમ લેતું, આજે મોટાંઓ પણ નિયમની વાતમાં ગલ્લાંતલ્લાં કરે છે. વાતાવરણનો આ પ્રભાવ છે. આવો સિદ્ધાંત માનનારા અને તેનો ફેલાવો કરનારા માટે ધર્મશાસ્ત્રનો ઉપદેશ નિરર્થક છે, કારણ કે ઉપદેશ પણ યોગ્યને જ હોય.
તૂટવાના ભયે નિયમ ન લેવો એવું કહેનારાઓને
બીજો વર્ગ એમ કહે છે કે-‘નિયમ લઈને ભાંગવાથી ભયંકર પાપ લાગે છે માટે નિયમ કદી ન લેવો.' આમ નિયમ લેતાં પહેલાં જ ભાંગવાની વાત કરનારા અપશુકનિયા છે. નિયમ લેવા આવનારને નિયમના સ્વરૂપ, હેતુ, ફળ, પાલનની વિધિ વગેરે કાંઈ સમજવાની તક આપ્યા પહેલાં અને સમજાવનારને સમજાવવાની તક આપ્યા પહેલાં જ નિયમ ભાંગવાની વાત કરવી એ મંગલ સ્ક્યિામાં પહેલી અપમંગલની વાત કરવા બરાબર છે. નિયમ કંઈ રીતે તૂટે અને કઈ રીતે ન તૂટે એ બધું સામાને સમજવા કે સમજવવા દીધા વિના શરૂમાં જ ભાંગવાનો ભય બતાવવો એ એક ભયંકર વાત છે. જરી ટક્કર લાગે કે આંગળી અડાડતાં જ તૂટે એવી કાચની કીમતી વસ્તુઓ વસાવતી વખતે એના તૂટવાનો વિચાર નહિ કરનારા નિયમની વાત આવે ત્યાં તરત ભાંગવાની વાત આગળ ધરે એ મૂર્ખતા નથી ? દુન્યવી ચીજ કદાચ ભાંગે તૂટે તો તરત નવી પણ વસાવે જ્યારે નિયમની વાત આવે ત્યાં ભાગાભાગ કરે એનું કારણ ? આ કાયાને પણ જ્ઞાની પુરુષોએ કાચની કહી છે. વીરવિજય મહારાજાએ પણ પૂજામાં ગાયું કે :
કાચની કાયા રે છેવટ છારની...’
આવી નાશવંતી કાયાને જન્મ કેમ આપવામાં આવે છે ? તાંબા પિત્તળનાં વાસણ તૂટે તો સંધાય પણ ખરાં, માટીનાં વાસણ ફૂટે તો લાખ લગાડી આખાં