________________
GO સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1248 ઉજ્વલ અને ઝળહળતાં શિખરો શોભી રહ્યાં છે. એ જ રીતે શ્રી સંઘમેરૂના (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનાં) નિયમરૂપી શીલાતલ પર ચિત્તરૂપી કૂટો પણ ઊંચા ઉજ્જવલ અને ઝળહળતાં હોવાં ઘટે.
નિયમની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવી ગયા કે ઇંદ્રિય તથા મન જેનાથી દમાય તે નિયમ. આ નિયમરૂપ શિલાનું જ જો ઠેકાણું ન હોય તો શિખર ગોઠવાય ક્યાં ? આજે નિયમની વાતમાં તો મોટા વાંધા છે. આ નિયમની વિચારણા અંગે આજે સમાજમાં ત્રણ પ્રકારના વર્ગ જોવામાં આવે છે.
એક વર્ગ એવો છે જે નિયમની જરૂરિયાત સ્વીકારતો જ નથી; એટલું જ નહિ પણ ઉપરથી એ નિયમનો વિરોધ કરે છે. એ કહે કે-“સ્વતંત્રવાદના આ જમાનામાં વળી નિયમોના બંધન શા માટે ?' આવી મનોવૃત્તિ ધરાવતા વર્ગ પાસે નિયમની વાત કરવી વ્યર્થ છે. નિયમને બંધન માનનારા આસ્તિકની કોટિમાં રહી શકતા નથી. એ સ્વતઃ નાસ્તિકની કોટિમાં જાય છે તેથી તેના માટે આ શાસ્ત્રનો ઉપદેશ જ નકામો છે.
બીજો વર્ગ એવો છે જે નિયમને માને તો છે પણ એને કોઈકે એવું ભૂત ભરાવ્યું છે કે “નિયમ નહિ લેવા કરતાં નિયમ લઈને ભાંગવામાં વધારે પાપ છે.” એ એમ માને છે કે સો ટકા વિશ્વાસ જામે ત્યારે જ નિયમ લેવો બાકી નિયમ ન લેવામાં કાંઈ વાંધો નહિ; પરન્તુ નિયમ લઈને ભાંગવાથી તો નરકે જ જવાય. નિયમ ન લેનારા કાંઈ ડૂબી જવાના નથી પરન્તુ નિયમ લઈને ભાંગનારા તો ડૂબી જ જવાના.” આવી અવળી માન્યતા એમના મગજમાં એવી ઠસી ગઈ છે કે એ વર્ગ મોટા ભાગે નિયમના પગથિયે ચઢતો જ નથી. નિયમ નહિ લેનારા તરી જશે અને નિયમ લેનારા મોટા ભાગે ભાંગશે અને તેથી એ ડૂબી જ જવાના, આવો અભિપ્રાય એના મનમાં ઘર કરી ગયો હોય છે.
ત્રીજો એક વર્ગ વળી એવો છે કે જે નિયમ લેવાની ના નથી પાડતો. નિયમ લે છે પણ ખરો પણ તે એવી રીતે લે છે કે-“એમાં એટલી તો છૂટ રાખે છે કે એ નિયમ એને ક્યાંય આડો આવે નહિ અને પોતાની દરેક સગવડમાં કશો જ વાંધો આવે નહિ. છેક મરતાં સુધી નિયમને યાદ પણ કરવો ન પડે એવા , નિયમો ઇચ્છતો આ વર્ગ છે.
તમામ ભાગોળ ખુલ્લી રાખનારા અને ચોમેર બારીબારણાં રાખી આવા નિયમ લેનારાના નિયમનો હેતુ, જે ઇંદ્રિય તથા મનનું દમન કરવાનો છે તે સફળ થતો નથી. માટે તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ ઇંદ્રિયજયાષ્ટકમાં પહેલી જ બે શરત મૂકી-સંસારનો ભય અને મોક્ષની ઇચ્છા. સંસાર જેને ગમતો