________________
૧૪ : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! – 94
સુધી સિંહ કોઈનો શિકાર નથી કરતો, એ પડ્યો જ રહે છે. એવા એક જ દીકરાથી સિંહણ સુખે સૂએ છે; એને ભયનું નામનિશાન પણ નથી. જ્યારે અનેક બચ્ચાં છતાં ભૂંડણ ભયભીત થઈને ફરે છે અને એને વિષ્ટા ગૂંથવી પડે છે. સિંહ જેવો એક જ દીકરો જેને પેદા થાય તેની માતા નિર્ભય થઈ ગઈ; એની દૃષ્ટિ ક્ષુદ્ર તરફ ન હોય. એ જ રીતે શ્રી સંઘનાં ચિત્ત એવાં ઉત્તમ હોય કે જેમાં ક્ષુદ્રતાને અવકાશ જ ન હોય.
1397
૨૦૯
આજે તો ક્ષુદ્ર વિચારોનો અંત જ આવતો નથી. એ કચરો સાફ કરવામાં જ જિંદગી સાફ થઈ જાય તેમ છે. ક્ષુદ્રતાને કારણે આવતા અધમ વિચારો અધ્યાત્મનો નાશ કરે પણ વિકાસ ન કરે. ગમે તેણે ગમે ત્યારે ગમે તેટલું બગાડ્યું હોય’તે શ્રી સંઘને યાદ જ ન આવે; કદી યાદ આવે તો તેની અસર ન થાય અને કદાચ અસર થાય તો પણ તેનો અમલ તો ન જ થાય. આ પોતાની જાત માટેની વાત છે, પોતાની અંગત વાત છે. પ્રભુના માર્ગ પર આક્રમણ થાય ત્યાંની વાત નથી; કેમકે અશભોદય જાતને છે, માર્ગને નથી.
આજે દોષનો ટોપલો વાતવાતમાં બીજા પર ઓઢાડાય છે
પોતાનું બગાડવાની કોઈનામાં તાકાત હોય એવું સંઘમાં રહેલો માનતો જ નથી. પોતાની આબાદી કે બરબાદીનું કારણ એ પોતાને જ માને છે. ‘ફલાણાએ મારું બગાડ્યું’ આ ભાવના આવી કે પરિણામ બગડ્યાં. હૈયું અધમતાને પંથે વળ્યું. સંગમે ઘણા ભયંકર ઉપસર્ગો કર્યા પણ મહાવીર પ્રભુના હૃદયમાં તેની કાંઈ જ અસર નહીં કેમકે-‘આ સંગમ કરે છે' એવું માને તો અસ૨ થાય ને ? ભગવાન તો માને છે કે સંગમ તો બિચારો નિમિત્ત છે, મારા કર્મે જ એને ઘસડી આણ્યો છે. આજે તો પોતાનું જરા પણ ખરાબ થાય એટલે દોષનો ટોપલો વાતવાતમાં બીજા ૫૨ ઓઢાડાય છે. દરિદ્રીઓ શ્રીમંતોનો વાંક કાઢે છે. પોતે કમાય નહિ, કમાઈ શકે નહિ, એમાં પણ એ બીજાનો જ વાંક કાઢે. એને પૂછો કે જો બધાથી જ તારું બગડે છે તો તારાથી બીજાને શું થાય છે ? એનો જવાબ એ નહિ આપે. જો બધાથી એનું બગડતું જ હોય તો એ પહેલા નંબરનો નાલયક જીવ હોવો જોઈએ. જૈનસંઘ અને જૈનશાસન એ શું ચીજ છે એની એને ગતાગમ જ નથી. અહીં દર્શાવેલાં એક એક રૂપક જો બરાબર વિચારાય તો એ વિચારણામાં વર્ષો વીતી જાય. અને એમાંના એક રૂપકનું પણ અનુકરણ થાય તો બેડો પા૨ થઈ જાય કેમકે વાત તો બધામાં એક જ છે.
ધર્મની સામેના આક્રમણનો તો પ્રતિકાર કરવો જ જોઈએ ઃ
શ્રી સંઘનાં ચિત્ત એટલાં ગંભી૨, ધીર અને ઉદાર હોય કે એ કોઈને પોતાનું