________________
૨૧૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1398 બગાડનાર માને જ નહિ. શ્રી જિનેશ્વરદેવે કહ્યું કે આત્માના કેવળજ્ઞાનને કોઈ દાબી શકતું નથી તેમ કોઈ પ્રગટાવી શકતું પણ નથી. એને દાખનાર પણ તારો આત્મા છે અને એને ઉઘાડનાર પણ તારો આત્મા જ છે. કર્મરૂપ માટીમાં ભળ્યો છે માટે મલિન છે અને એ મલિનતામાંથી બહાર નીકળે એટલે શુદ્ધ થાય. “ફલાણાએ આમ કર્યું અને ઢીકણાએ આમ કર્યું” એ વિચારોની ક્ષુદ્રતા સંઘમાં રહેલાના ચિત્તમાં ન હોય. કર્મની આધીનતાથી એવા વિચાર કદાચ આવી જાય તોયે તેને ઉદ્દેશીને અમલ તો ન જ થાય. ફરીથી બરાબર સમજી રાખો કે આ આપણી જાત માટેની વાત છે, ધર્મ માટેની નથી. શુભોદય કે અશુભોદય તો આપણને છે, ધર્મને નથી. શ્રી સિદ્ધગિરિની યાત્રા બંધ કરવી પડી તો શાના કારણે ? એ આપત્તિ સિદ્ધિગિરિને હતી કે આપણને હતી ? માટે ધર્મની સામે આશ્મણ કરનારા મિથ્યાષ્ટિઓનો તો પ્રતિકાર કરવો જ જોઈએ. વસ્તસ્વરૂપ ન સમજવાથી ગોટાળા ઘણા થાય છે માટે વાતને બરાબર સમજો. ક્ષુદ્ર વિચારોવાળાની દશાઃ
શુદ્ર વિચારોવાળાની દશા કેવી છે ? એ નવરા પડે કે એને શુદ્ર વિચારો આવ્યા જ કરે. કૂતરાં નવરાં પડે કે બેઠાં બેઠાં માખો માર્યા જ કરે. સિંહ કદી એવી ચેષ્ટા ન કરે. એ ભર્યા પેટે પડ્યો હોય ત્યારે પ્રાણીઓ ત્યાં આવી ગેલ કરે, અડપલાં કરે તોય એ પડ્યો પડ્યો જોયા કરે પણ પેલાંઓને કાંઈ ન કરે; કેમકે એમાં એને નાનમ લાગે છે. સિંહ સમજે છે કે “એ પ્રાણીઓ બિચારાં આવું વર્તન ન કરે તો એ શુદ્ર શાનાં ? અને હું પણ તેમના જેવો થઈને એવું વર્તન કરું તો ક્ષુદ્ર ગણાઉં! આ શાસનના કાયદા સુંદર છે :
હૈયામાં જ્યાં સુધી ફલાણાએ આમ કર્યું તો હું પણ તેની સામે આમ કેમ ન કરું ?' એવી ક્ષુદ્રતા હોય ત્યાં સુધી સંતોષરૂપી નંદનવનનો આનંદ ન મળે ? એ કાંઈ રસ્તામાં નથી પડ્યો. સંઘની બેજવાબદાર વાતો કરનારાઓથી સાવધ રહેવું પડશે. આજે ઘણી જગ્યાએ શુદ્ર કલહો ચાલે છે. કોઈનું ભલું કરવું તે પણ કોઈના માટે નથી. વ્યાખ્યાન પણ કોઈના પર ઉપકાર કરવા માટે નથી. ઉપકાર તો બીજા જરૂર માને પણ વ્યાખ્યાતા પોતે પોતાનો સ્વ-ઉપકાર રહેલો જ છે. શ્રી તીર્થંકરદેવ પણ દેશના તીર્થકર નામકર્મ ખપાવવા માટે આપે છે, એમ શાસ્ત્ર કહ્યું. જો ઉપકાર માટે જ આપતા હોય તો મોક્ષમાં ગયા કેમ ? અહીં જ વધુ વર્ષો કેમ ન રહ્યા ? કર્મો પૂરાં થયા પછી એક પણ આત્મા અહીં ન રહ્યો. પોતાની જાતે જ ઉપકારીનો