________________
૨૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1484 સુખસાહ્યબી એટલી મળે છે કે જેટલી ચક્રવર્તીને નથી મળતી. ચક્રવર્તી જન્મે ત્યારે સૂતીકર્મ કે ધાત્રીકર્મ દેવીઓ નથી કરતી. જ્યારે તીર્થંકરદેવ માટે તો બધી ક્રિયામાં દેવદેવીઓ હાજર. એમને નવરાવે, ધોવરાવે, સાચવે, રમાડે, બધું દેવદેવીઓ જ કરે છે. દુનિયાના બીજા કોઈ આત્માને આટલી સાહ્યબી મળતી નથી. શ્રી તીર્થંકરદેવના ભવમાં એમની સેવા કરવા ઇંદ્રો આવે પણ ત્યાંય એમને હર્ષ કે સ્પૃહા નથી. ઇંદ્રોને પણ એમની નિઃસ્પૃહતા જોઈને એમના પ્રત્યેની ભક્તિ વધતી જાય છે. એવી સેવા શ્રી તીર્થંકરદેવ સિવાય બીજા કોઈની થતી નથી. આજે તો એકાદ મોટો માણસ પણ સામે ચાલીને હાથ મિલાવે તો “હું કોણ ?” એમ થઈ જાય. એમાં જો ઇંદ્ર સેવા કરવા આવે તો તો છાતી જ બેસી જાય ને ? પણ એ આવે જ ક્યાંથી ? ઇંદ્રની સેવા એ કયા હૈયાથી પચાવે ? . ' અર્થકામ પચે તો ફળે?
અર્થકામ પચે તો ફળે, પણ પચે ક્યાંથી ? સેંકડોપતિ હજારોપતિ થાય એટલે પાડોશીને એ ભારે થઈ પડે છે. અરે, પછી તો એ મા-બાપ, કુટુંબ પરિવાર, ધર્મક્રિયા વગેરે બધું ભૂલે છે. મળે બધું પુણ્યયોગે પણ “મેં મેળવ્યું એમ એ બોલે છે. પુણ્યનો તો એને ખ્યાલ જ નથી. મૂછે હાથ દઈને કહે છે કે “માણસ ધારે તે કરી શકે.” એ વખતે ભાગ્યને તો એ માનતો જ નથી, મોક્ષ માટે પુરુષાર્થ કરે છે તેનામાં મળેલી સામગ્રીને પચાવવાની શક્તિ હોય છે; બીજામાં એ શક્તિ નથી હોતી. મોક્ષ માટે પ્રયત્ન કરનારને મળેલા અર્થકામ તો મોક્ષપ્રાપ્તિમાં સહાય કરે છે. એ આત્મા, એ અર્થકામને બંધન માને છે, એટલે એમાં એ મૂંઝાતો નથી, કેમ કે એ બધું તો એ આત્મા ભાગ્યાધીન માને છે. એટલે એના ધર્મારાધનમાં વાંધો આવતો નથી. એનું ધર્મારાધન ચાલુ જ રહે છે. પેલાનો તો મળેલાને સાચવવામાંથી જ પાર ન આવે ત્યાં એ ધર્મ કરે ક્યાંથી ? આજનો શ્રીમંત તો કહે છે કે આ ધરમબરમ અમારા માટે નથી. એ તો દરિદ્રી અને નવરાઓ માટે છે. એમને તો ફુરસદ જ ક્યાં છે ? એ લક્ષ્મીવાન સુખે ખાતો પીતો પણ ન હોય તે વળી સુખે ધર્મ કરે ? મોક્ષ માટે પ્રયત્ન કરનાર દરિદ્રી હોય તોયે સુખી છે અને અર્થકામ માટેનો પ્રયત્ન કરનાર મોટો શ્રીમંત હોય તોયે દુઃખી છે., પુણિયો શ્રાવક અને મમ્મણ શેઠ: - દૃષ્ટાંત બેય છે. એક બાજુ પુણિયા શ્રાવકનું છે તો બીજી બાજુ મમ્મણ શેઠનું છે. સાડા બાર દોકડાના માલિક પુણિયા શ્રાવકના ચોવીસે કલાક