________________
1465 – ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 – ૨૭૭ સમાધિમાં જતા હતા; જ્યારે જેના બનાવેલા બે રત્નના બળદનાં શીંગડાંમાંનું એક શીંગડું રત્ન મઢીને પૂરું કરવા માટે મહારાજા શ્રેણિકના રાજ્યભંડારનો પૈસો પણ પૂરતો ન હતો એટલી સંપત્તિ ધરાવનાર મમ્મણ શેઠના ચોવીસે કલાક ઉપાધિના. મમ્મણ શેઠ પુરુષાર્થ ઓછો નહોતો કરતો. ચોમાસાની અંધારી રાત્રે ભરવરસાદમાં પોતડી પહેરીને નદીમાં તણાઈ આવતાં ચંદનનાં લાકડાં લેવા એમાં પડતું મૂકતો અને એ લાકડાં વેચી પૈસા મેળવતો. એ પૈસાથી રત્નો ખરીદી સોનાના બળદને રત્નોથી મઢતો. આટલાં રત્નોનો માલિક ફક્ત તેલ ને ચોળા ખાઈને જીવન ગુજારતો. આ ઓછો પુરુષાર્થ નહોતો. પણ એ પુરુષાર્થ જ એના સંતાપ માટે નિમિત્ત થયો. પુણિયો શ્રાવક સામાયિક એવી શાંતિથી કરતો કે ભગવાને પણ એના સામાયિકની પ્રશંસા કરી અને શ્રેણિક રાજાને એ સાંભળીને એના સામાયિકને મેળવવાની ઇચ્છા થઈ. મમ્મણ શેઠનો ઉધમ મારી નાંખનાર છેઃ
ભગવાન મહાવીર દેવે મમ્મણ શેઠની પ્રશંસા ન કરી, કેમ કે, એનો ઉદ્યમ તો મારી નાંખનારો છે. એ ઉદ્યમે જ એને મળેલ લક્ષ્મીએ સાતમી નરકે મોકલી આપ્યો. ઘણા શ્રીમંતો એવા છે કે લક્ષ્મી આવતાંની સાથે જ એમને શરીરના રોગ પણ ભેગા આવે. ઘરમાં ખાનપાનની સામગ્રી ઘણી થાય પણ એને માટે તો કાંજી કે ઘેંસ જ બનાવવી પડે. ડૉક્ટરોની વિઝિટો અને એમનાં બીલ ચાલુ જ હોય. અર્થકામ મળવા, સાચવવા, ભોગવવા એ બધું ભાગ્યાધીન છે. મોક્ષના પ્રયત્નથી મળતી લક્ષ્મી અજબ કોટિની છે. આત્માનો જે ગુણ પ્રગટ થયો તેમાં કોઈનો ભાગલાગે નહિં. બીજાને આપવાથી એમાં વધારો થાય પણ ઘટાડો ન થાય. પુરુષાર્થ તો એકલા મોક્ષ માટે જ જરૂરી છે. અર્થકામ માટે પુરુષાર્થ સહાયક ભલે હોય, પણ એ અકિંચિકર છે. અશુભ કર્મો ખપે ત્યારે અર્થકામ મળે પણ એ અશુભ કર્મોય મોક્ષ માટેના પ્રયત્નથી જ અથવા મોક્ષ માટેના ધર્માનુષ્ઠાનથી જ ખપે છે. મહેનત ઘી માટે કરો, દહીં-છાશ આપોઆપ મળશેઃ
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ (મન-વચન કાયાના અશુભ વ્યાપારો) અને પ્રમાદ એ બધા જ અશુભ આશ્રવના હેતુ છે. મિથ્યાદૃષ્ટિ શુભાશ્રવ પણ બાંધે. પરંતુ તે પણ બાલતપથી એટલે કે તપથી બાંધે પણ ખાઈને ન બાંધે. અશુભ ત્યારે ખપે અને શુભ ત્યારે બંધાય કે કાં તો શ્રી જિનેશ્વર દેવે કહેલા માર્ગનું સેવન થાય અથવા તો ઓઘદૃષ્ટિએ પણ દુનિયામાં ચાલતા ધર્મનું (ધર્મનું, પણ અધર્મનું નહિ). સેવન થાય. દુનિયાના બધા ધર્મોએ અહિંસા,