SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 1443 – ૧૬ઃ ઉદ્યમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૫૫ પાસેથી પડાવી લે. અર્થકામના રસિકોની હાલત આવી છે. તે લૂંટાય ત્યારે છોડે છે. જ્યારે શાસનરસિકતા એ છે કે જે અવસરે સ્વેચ્છાએ બધું છોડે છે. મોક્ષ, તો માત્ર પુરુષાર્થથી સાધ્ય છે? અર્થકામના નામે તો આજે પણ કંઈકને ભેગાં કરી શકાય છે. પચાસ ક્રેડના ઢગલો કરી દરેકને પાંચ-પાંચ હજાર આપવા માંડીએ તો જૈન થવા આવનારની ઓછપ ન રહે. દીક્ષા લે એને બે હજાર આપવાનું જાહેર કરીએ તો અનેક દીક્ષા લેવા આવે. એ મનમાં વિચારે કે એકવાર તો બે હજાર ઘર ભેગા કરી દીક્ષા લઈ લો, પછી જોયું હશે. થોડા દિવસ પછી ક્યાં ઘર ભેગા નથી થવાતું ? પણ પછી લીધેલા ટકે કેટલા ? અર્થકામ પુરુષાર્થથી મળે ભલે પણ એ મળે જ એમ નહિ; ત્યાં કેવળ પુરુષાર્થ જ કારણ નથી, એ કર્માધીન છે, પૂર્વના શુભોદયને આભારી છે, પુગલમય છે. મુખ્યતયો પુરુષાર્થ જ કારણ હોય તો તે એક મોક્ષ માટે જ છે. એટલે તો સમ્યગ્દષ્ટિના પુરુષાર્થથી જે ગુણ પેદા થાય, ક્ષયોપશમ ક્ષય કે ઉપશમ ભાવે જે ગુણ પ્રગટે, તે મુક્તિ માટે જ થાય. જેમ જેમ કર્મો દબાય કે વિખરાય તેમ તેમ ગુણ પ્રગટે. સંપૂર્ણ કર્મક્ષય થવામાં મુખ્યપણે આત્માના પુરુષાર્થની જ જરૂર છે, ત્યાં બીજા કશાની જરૂર નથી. ત્યાં તો માત્ર કર્મોને ઝાટકવાનું જ કામ છે. અર્થકામની સાધનામાં એવું નથી. ત્યાં એકલો જ પુરુષાર્થ કારણભૂત નથી. કદાચ ભાગ્ય હોય તો જ એ પુરુષાર્થ ફળે. અર્થકામ સંયોગાધીન છે, એનો વિયોગ નિયમા છે; મુક્તિનું સુખ સંયોગજન્ય નથી. માટે એનો વિયોગ પણ કદી નથી. પુરુષાર્થ છતાંય શુભોદય વિના અર્થકામ ન મળે. સભા: ‘અશુભોદયને લઈને અર્થકામ ન મળે એ વાત સાચી પણ એ અંશુભોદયને ઉડાડવાની કોશિશ કરે તો તો અર્થકામ મળે ને ?' અશુભોદય ઉડાડવાની જ કોશિશ કરે તો ને ? ખરેખર એમ કરે તો તો સ્થિતિ જરૂર ફરી જાય, બાકી તો અશુભોદય ઉડાડવા જતાં બીજાં કેટલાંય એવાં અશુભ કર્મો બાંધે કે જેથી અર્થકામ ઊલટા દૂર ભાગી જાય. સભાઃ “સુ'ઉદ્યમ કરે તો ?' મોક્ષની ભાવનાથી જ કરાતો ઉદ્યમ એ “સુ'ઉદ્યમ કહેવાય. એવો ‘સુ'ઉદ્યમ આરંભે તેને તો પછી અર્થકામ એ ઘાસતુલ્ય છે, ફળતુલ્ય નથી, ફળ તો મુક્તિ જ છે. ઉદ્યમની પ્રધાનતા કેવળ મુક્તિ માટે જ છે. મુક્તિ માટે તો એક જ ક્રિયા કે શુભ તથા અશુભ એ બેય કર્મોને કાઢવાનાં, બેયને ઝાટકવાનાં, બેયને ખંખેરવાનાં અને અંતે બેયને વિખેરવાનાં જ છે. જ્યારે અર્થ કામ માટેના ઉદ્યમમાં તો સિદ્ધિ ત્યારે થાય કે પહેલાં તો અશુભ કાઢવાં પડે, એ કાઢ્યા પછી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy