________________
1719 –૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સુ.મ.ના શબ્દોમાં -114- ૫૩૧ હૃષ્ટપુષ્ટ હોય. એના શરીરમાં લોહી એવું ભરેલું હોય કે ચૂંટી ખણો તો લોહીની ધાર છૂટે. એ ખાલી ઘોડા કે હાથી પર બેસાય કેમ નહિ ? એવી દલીલ ત્યાં ન ચાલે. તિજોરી મોટી હોય પણ પુણ્ય ઘટ્યું, આવક ઘટી ગઈ, તેથી અંદર મૂકવાના ન હોય, પરંતુ નાણાંની બદલીમાં કાંકરા કાંઈ એમાં ભરાય ? ઉપાશ્રય ખાલી છે માટે મને એમાં ઘી, ગોળ ભરવા દો, તો ભરવા દેવાય ? એ ભરે પછી સાધુ કે શ્રાવક માટે ધર્મક્રિયા કરવા ઉપયોગી રહે ? ધર્મસ્થાનો સાચવવાની જવાબદારી તમારી છે?
શ્રાવકને તો ઘરમાં પણ એક પૌષધશાળા રાખવાની કહી છે, પણ ફર્નિચરના ખડકલામાંથી જગ્યા બચે તો રાખો ને ? જે વસ્તુ જે માટે નિર્માઈ તે વસ્તુ તે માટે સાચવવી જોઈએ. તમારા દેવ વીતરાગ છે અને ગુરુ નિગ્રંથ છે, માટે ત્યાંની વસ્તુ સાચવવાની જવાબદારી તમારા શિરે છે. ત્યાંથી કોઈ કાંઈ ઉપાડી જાય તો ભગવાન તો ન બોલે. પણ તમે જો આંખમીંચામણાં કરો તો પાપના ભાગીદાર બનો. ઘરની ચીજોની ઉપેક્ષામાં તો લાભ છે, પણ અહીંની ઉપેક્ષામાં ગેરલાભ છે. ઘરની લક્ષ્મી સાચવવામાં રૌદ્રધ્યાન છે, પણ અહીંની લક્ષ્મી સાચવવામાં ધર્મધ્યાન છે. આ મહાત્મા આગળ વધીને કહે છે કે સાધુજન પર દ્વેષ કરનાર એવાં મોટાં ટોળાંને પણ સંઘ ન કહેવાય. સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી, આજ્ઞાને નહિ માનનારા; આજ્ઞાની અવગણના કરનારા, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારા, ઉન્માર્ગનો પક્ષ કરનારા તથા સાધુજન પર દ્વેષ કરનારા એવા ઘણા હોય તો પણ તેને સંઘ ન કહો, એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે. આગળ વધીને કહે છે કે, અધર્મ, અનીતિ તથા અનાચારને સેવવાવાળા અને ધર્મનીતિથી પ્રતિકૂળ મોટાં ટોળાંને પણ સંઘ ન કહેવાય. અહીં અનીતિ માટે એટલો ખ્યાલ રાખો કે સંપૂર્ણ નીતિ તો દૂર છે, અહીં તો શ્રાવકનાં વ્રતોમાં બાધક બને તેવી અનીતિની વાત પૌગલિક ભાવનાના નાશ વિના તમારી અનીતિ જાય તેમ નથી. ન્યાયસંપન્ન વિભવમાં પણ નીતિ પરિમિત છે. જે ભૂમિકાએ જે વાત જેટલા પ્રમાણમાં હોય તેટલી જ ગણાય. ....એવાને સંઘમાં ગણનારા પણ સંઘ બહાર છે :
જે લોકો દીક્ષાની વાતમાં ધાંધલ કરે છે તેઓ અનીતિ, અધર્મ તથા અનાચારમાં જોડાયેલા છે અને એમાં જોડાનારને સહાય કરનારા છે, પણ તેને તેમાં જોડાતાં રોકવાનો પ્રયત્ન કરતા નથી. એ લોકો એવા છે કે પોતાનો દીકરો અનીતિ આચરતો હોય, અધર્મ. સેવતો હોય અને અનાચારનો ઉપાસક હોય તો