SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 120 પણ એની કાળજી ન રાખે, એને એ બધાથી ન રોકે, પરંતુ કોઈ દીક્ષા લેવા જતો હોય તો એને દીક્ષા ન લેવા દેવાની કાળજી રાખે અને દીક્ષા લેતાં રોકવાના તમામ પ્રયત્ન કરે. આવા અનીતિ, અધર્મ અને અનાચારમાં જોડાયેલા લોકો ધર્મનીતિથી તદ્દન પ્રતિકૂળ છે. એ ડાહ્યાઓએ દીક્ષાની નિયમાવલી ઘડી પણ અનીતિ, અધર્મ, અનાચાર સમાજમાં કોઈ ન સેવે એ માટે નિયમાવલી ઘડી ? દીક્ષાની વય નક્કી કરવા મેદાને પડ્યા, પણ ત્યાં વય નક્કી કરવાનો કાંઈ વિચાર કર્યો ? અનીતિ, અધર્મ, અનાચાર ન સેવે અથવા સેવવા યોગ્ય ન માને તે જ જૈનશાસનમાં રહે. સાત વ્યસન એ તો ભયંકર પાપ છે, એ સાતે વ્યસનનો ત્યાગ એ ટોળાંનો ખરો ? પોતાની સતી જેવી સ્ત્રીને મૂકીને ગમે ત્યાં ભટકવા માટે એમને રજાની જરૂર નહિ, ત્યાં સ્વતંત્રતાની ખુમારી બતાવે અને દીક્ષા લેવા કોઈ જાય ત્યાં રજાની વાત આગળ કરે. અનીતિ પર પ્રતિબંધ ન મૂકે, અધર્મને રોકે નહિ, અનાચારને અટકાવે નહિ અને ધર્મનીતિથી પ્રતિકૂળ રહેતા હોય, એવાને સંઘમાં ગણાય ? એવા તો સંઘમાં નથી. પણ એવાને સંઘમાં ગણનારા પણ સંઘ બહાર છે. તમે પણ જો એમને સંઘમાં ગણો તો તમે પણ સંઘ બહાર છો. એવાને જે માને અથવા એવાને સંઘર્ષ મનાવવાની જે પ્રેરણા કરે એ બધા સંઘમાં રહેવા લાયક નથી. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે આવી પ્રવૃત્તિ કરનારાં સાધુ-સાધ્વી પણ કદી ઘણાં હોય અને એમની પાછળ મોટું ટોળું હોય તો પણ એને સંઘ ન ગણાય. અનીતિ, અધર્મ તથા અનાચારની સામે જે સાધુ ન થાય, અને ધર્મનીતિથી પ્રતિકૂળ થાય એ કાંઈ સાધુ છે ? આ ગાથાઓ આજનાં ટોળાંઓને આબાદ લાગુ પડે છે: સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાના સમયમાં પણ આવું બહુ હતું. એ મહર્ષિ મહામુશીબતે જીવ્યા છે. એમણે આ બધું જે અનુભવેલું તે લખ્યું છે. આજે તો એમાંનું કાંઈ નથી. એ વખતે તો કુલીંગીઓએ સંવેગી સાધુઓ માટે અમુક નગરોમાં વિહાર પણ બંધ કરાવ્યો હતો, પરંતુ તોયે બળવાન સાધુઓ ત્યાં પેસી ગયા હતા અને પેલાઓને ત્યાંથી કઢાવ્યા હતા. આ બધું તેઓ લખતા હતા. આ ગાથાઓ આજના ટોળાને આબાદ લાગુ પડે છે. એમના માટે જ લખી ગયા હોય એમ લાગે છે. ‘ટા પડ્ઝ વર્ષા' શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનાર સંઘને એ જ મહર્ષિ મા-બાપ કહે છે. મોક્ષ પ્રાસાદ (મહેલ)ના સ્થંભતુલ્ય કહે છે; અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા બહારના સંઘને સર્પ જેવો ભયંકર કહે છે. એ જ પાટણ અને એ જ જામનગર
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy