________________
1721 -૩૪ સંઘની ઓળખ. સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં - 114- ૫૩૩ પહેલાં ધર્મસ્થાન ગણાતાં હતાં અને આજ પણ છે, પરંતુ એમાં ધર્મી થોડા છે. એ થોડા પણ ઝળકે તેવા છે. લાખ્ખો તારાવાળી પણ અમાસની રાત અંધારી લાગે છે અને એક જ ચંદ્રથી પૂનમની રાત ઊજળી લાગે છે. દુષ્ટ ગ્રહોની ફીકર નથી, પણ ગામના નામને એમણે કલંકિત કર્યું એમ તો કહેવાય. સાપનો ગુણ એ છે કે કરડી ન શકે તો ફૂંકાડા પણ મારે. પાટણ અને જામનગરમાં આજે પણ એ ગ્રહો ધમપછાડા કરે છે. ડસવાનો પ્રયત્ન કર્યો, પણ ન ફાવવાથી હવે આઘેથી ફૂંફાડા મારે છે. આ બધું પરિણામ જુવાનિયાઓને વહેતા મૂકવાથી આવ્યું છે. માટે તો નીતિકારે નિયમ બાંધ્યો છે કે :
- 'लालयेत् पञ्च वर्षाणि, दश वर्षाणि ताडयेत्' અર્થ : પાંચ વર્ષની વય સુધી લાલનપાલન કરવું, પરંતુ પછી દશ વર્ષ સુધી જો આડો ચાલે તો તાડન કરવું અર્થાત્ શિક્ષા કરવી.
તાડનાની વયમાં તાડના ન થાય તો પરિણામ ભયંકર આવે, જેમ આજે આવ્યું છે તેમ. તાડના કાંઈ એક પ્રકારે ન હોય. જેવો બાળક એવી તાડના. અવસરે આંખ કાઢવી એ પણ તાડના, વચનથી વઢવું તે પણ તાડના, હાથ ચલાવવો એ પણ તાડના અને સોટી ફટકારવી એ પણ તાડના. પાંચ વર્ષ સુધી લાલન થાય, એ વયમાં રૂવે તો કાંઈ વસ્તુ આપીને પણ મનાવાય. પરંતુ તે પછીની વયમાં હઠ કરે તો તેને શરણે ન થવાય. કહેવત છે કે, “સોળે સાન અને વીસે વાન,વળ્યો તો વહાણ નહિ તો પથ્થર પહાણ.” મોહાંધ મા-બાપોએ પોતાનાં બાળકોને પંપાળ્યો માટે આજે આટલા તોફાને ચડ્યાં છે તે બધાને વેઠવું પડે છે. જૂની વાતને તાજી કરવા સંમેલન ભરવાનાં
સંમેલન સંબંધમાં એ લોકો કહે છે કે, “જો આજ્ઞાનુસાર કરવું એમ જ નક્કી કરવું હતું તો સંમેલન કેમ ભર્યા ? સંમેલનો ભરીને દુનિયાને નવું શું આપ્યું ?” એમને સમજ નથી કે કહેલી વાતને તાજી કરવા પણ સંમેલન ભરવાં પડે છે. શ્રી જિનેશ્વરદેવો તીર્થ સ્થાપે છે ત્યારે નવું કાંઈ જ કહેતા નથી. પોતે કહે છે કે, “જે અનંતા તીર્થકરોએ કહ્યું તે જ હું કહું છું, અને ભવિષ્યના અનંતા તીર્થકરો પણ આ પ્રમાણે જ કહેવાના.” પૂર્વના તીર્થકરોએ કહેલું કાળે કરીને ઘસાયું તે બીજા તીર્થકરો તાજું કરે છે. આ ક્રમ શાશ્વત છે. બુઠ્ઠા બનેલા ચપ્પા કરીને ધારદાર કરવા બજારમાં સરાણિયા ફરે છે. જૂની વસ્તુ ઝાંખી પડે ત્યારે એને તાજી અને સુદઢ કરવા સંમેલન ભરવામાં શાસનપક્ષ વાજબી છે. એ સંમેલનો એમને ખટકે તેનો ઉપાય નહિ. એની પરવા ન હોય.