SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ 159૩ – ૨૩ઃ દ્રવ્યદયા... ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 – ૪૦૫ આપને બોધ કરવા આવ્યા છીએ. સ્વામી ! જાગો, ઊઠો અને જગતના કલ્યાણ માટે ધર્મતીર્થ પ્રવર્તાવો.” એમને માટે પણ જો આવી જરૂ૨ તો આપણા માટે નહિ ? એ તો એવા કે પેલા દેવ આવ્યા કે તરત ઊભા થયા અને તમે ? દસદસ મહિના થયા છતાં સાત વ્યસનના નિયમમાં પણ હજી વાંધા કાઢો છો. કોઈ છ વ્યસનની વાત કરે છે તો કોઈ પાંચ વ્યસનની વાત કરે છે. આટલી આટલી ટકોર કરવા છતાં, તમારી જાતને આટલી ખુલ્લી રીતે, છે તેવી ચીતરવા છતાં તમારા હૈયાં હાલતાં નથી તો વગર કહ્યું કરો ખરા ? આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળ, તેમાં પણ શ્રાવકકુળ, ભગવાન મહાવીરદેવનો ધર્મ, નિગ્રંથ ગુરુના રોજના ટોણા, વિરાગ પોકારે એવી મૂર્તિ અને વિરાગ પોકારે એવા સાધુ, આટલી અનુકૂળતા છતાંય “હમણાં નહિ, હમણાં નહિ' એમ કર્યા કરે એ પ્રેરણા વિના જાગે ? સૂત્રાનુસારી ભાષા કઈ ? શ્રી જિનેશ્વરદેવના સાધુની વાણીમાં એક જ વાત હોય - “આ આત્મા અનાદિકાળથી સંસારરોગથી પીડાય છે, મોક્ષ એની નીરોગાવસ્થા છે, ધર્મ એના માટેનું પરમ ઔષધ છે અને અર્થકામ ભયંકર કુપથ્ય છે. કુપથ્થોનો ત્યાગ કરી, ધર્મઔષધનું સેવન કરી મુક્તિ રૂપી નીરોગાવસ્થા પ્રાપ્ત કરો.” સાધુ, સાધુ બન્યો ત્યારથી આ એક જ વાત કરે. એનાથી બીજું બોલે એ એના સાધુપણામાં ત્રુટી, એવાને ઉસૂત્રભાષી કહેવાય. ઉપર કહ્યું એની પુષ્ટિ માટે બધું બોલે, સમસ્ત દ્વાદશાંગીમાં અને ચૌદે પૂર્વમાં વાત તો આ જ છે. શ્રી જિનેશ્વર દેવોએ, ગણધર ભગવંતોએ અને પૂર્વાચાર્યોએ આ જ વાત કરી છે. સૂત્રાનુસારી ભાષા આ છે. આથી વિપરીત બોલનારા ઉસૂત્રભાષી છે. દાનાદિ પ્રભાવ શાનો ? આ તમને એક થર્મોમીટર આપું છું. એ જોતાં તમને આવડવું જોઈએ. અંગ્રેજી અક્ષરો વાંચતાં આવડે અને પારો જોતાં આવડે, એ બધા તાવને પરખી શકે. ડૉક્ટર, કંપાઉન્ડર કે ઘરનો નોકર પણ પરખી શકે. એ જ રીતે આ થર્મોમીટરથી તમે પણ સુસાધુ-કુસાધુ ઓળખી શકો, પણ એ થર્મોમીટર પાસે રાખતાં આવડવું જોઈએ. કાચનું છે માટે સાચવીને રાખવું જોઈએ, બેદરકારી ન રખાય. કોઈ એમ કહે કે, “સંસારરોગ શાનો ? મોક્ષ છે જ ક્યાં ? ત્યાં જ નીરોગાવસ્થા, એવું કેમ ? ધર્મ જ ઔષધ અને અર્થકામ કુપથ્ય, એનું કાંઈ કારણ ?' આવું બોલનારને ઉસૂત્રભાષી કહીને ઉઠાડી મૂકવો, અથવા પોતે એનાથી દૂર ખસી જવું. અર્થકામનો સદુપયોગ થઈ શકે. પણ એ સદુપયોગ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy