________________
1285 – ૪ : જેનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૪૭ મનનું દમન થાય નહિ ત્યાં સુધી અશુભ અધ્યવસાય જાય નહિ. અશુભ અધ્યવસાય હોય ત્યાં સુધી ઊંચા પરિણામ લાવવાં અશક્ય છે. સમ્યગ્દષ્ટિપણું, શ્રાવકપણું, સાધુપણું, દાન, શીલ, તપ ભાવ અને દુનિયાની કોઈ પણ ધર્મક્યિા અશુભ અધ્યવસાયના નાશ વિના સારી રીતે થતી નથી. અશુભ અધ્યવસાયોને કાઢવા નિયમ એ આલંબન છે. એ આલંબન ન સ્વીકારાય તો માનવું પડે કે હજી ધર્મની કિંમત હૈયામાં વસી નથી. “મન શુદ્ધ છે તો નિયમની જરૂર નથી' એમ કહેવું એ જ મનની મલિનતા છે, કેમકે મન શુદ્ધ છે તો નિયમ કરવામાં વાંધો શો છે ?
જેનું મન સારું તેની ક્રિયા મોટા ભાગે ખોટી ન જ હોય. શુદ્ધ મન છતાં અશુભ કિયા થઈ જાય એ બને પણ તેના ઉપર રાગ કે પ્રેમ ન હોય; એ અશુભ ક્યિા માટે યોજના ન ઘડાય. ગમે તેમ વર્તવું, ફાવે તે ખાવું, ફાવે તેમ હરવું ફરવું અને “મારું મન શુદ્ધ છે” એમ કહેવું એના જેવો દુનિયામાં બીજો એક પણ દંભ નથી.
“રસનાનો રસ ઊડી ગયો છે તો અભક્ષ્ય ખાવામાં હરકત શી ?' આવું બોલવું એ જ સૂચવે છે કે રસનાનો રસ ગયો નથી પણ જામ્યો છે. જો રસનાનો રસ ગયો હોય તો એ વસ્તુ વિના ચલાવી લેવાનું મન થાય પણ ખાવાનું મન થાય. “વળી મળ્યું તો કેમ ન ખાવું ?” એમ જે બોલવામાં આવે છે તેથી તો એ સૂચન થાય છે કે મન એમાં જ પડેલું છે. પાંચ ઇંદ્રિયોના ત્રેવીસેય વિષયોની લાલસા ઘટી જાય પછી ન બોલાય કે-“આ ખાવામાં વાંધો શું ? આમ વર્તવામાં હરકત શી ?' આમ બોલવામાં તો કેવળ વક્તા સિવાય કશું નથી.'
ઇંદ્રિયો તથા મનને દમન કરનાર નિયમ છે, એ નિયમના આલંબન વિના અશુભ અધ્યવસાયનો નાશ થતો નથી અને એ વિના ચિત્ત ઊંચા પ્રકારનું બનતું નથી. ચિત્તરૂપી કૂટને ઊંચું બનાવવા અશુભ અધ્યવસાયનો નાશ કરવો જોઈએ અને તેના માટે ઇંદ્રિયો તથા મનને ગમે તેવા નિયમોનું આલંબન લેવું જોઈએ. - હવે એ ચિત્તકૂટ ઊંચાં તો બન્યાં પણ ઉજ્વલ શી રીતે બને તે કહે છે. પ્રતિસમય કર્મમલનો નાશ થાય તેવી ક્રિયા કરવાથી ચિત્રકૂટ ઉજ્વલ બને છે. જેમ જેમ કર્મમલ ઘટે તેમ તેમ આત્મા શુદ્ધ બને. કર્મમલનો નાશ એ જ આત્મશુદ્ધિનો ઉપાય છે. નિયમથી અશુભ અધ્યવસાય જાય અને શુભ અધ્યવસાય આવે. એનાથી એવી સુંદર ક્રિયાઓનું સેવન થાય કે જેથી કર્મમલનો નાશ થાય. એ કર્મમલના નાશથી ચિત્ત ઉજ્વલ બને છે..
ઉજ્વલ બનેલાં ચિત્તને ઝળહળતાં બનાવવા માટે પ્રતિસમય જ્ઞાનીએ