________________
૪ઃ જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ વીર સં. ૨૪૫૩, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૮, શનિવાર, તા.૮-૩-૧૯૩૦
84
• મન અને ઇન્દ્રિયોનું નિયમન કરે તે નિયમ : • પાપના સટ્ટા : • નિયમ, અંકુશ મૂકે તેવો જોઈએ : • નિયમ લેવા આવનારને શું કહેવાય ? • ચડે તે જ પડે પણ એ પડેલા પણ ચડવાના જ : • પડેલાને ચડાવવા માટે આ શાસન છે : • દીક્ષિતના કુટુંબીઓ આર્તધ્યાન કરે એનું પાપ કોને ? • દીક્ષા અને માબાપનો ઉપકાર :
વિરોધીઓની માયાજાળ : • દીક્ષા લઈને છોડે તો....?
મન અને ઇંલ્યિોનું નિયમ કરે તે નિયમઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં પીઠ તથા મેખલાનું વર્ણન કરી ગયા બાદ હવે ચિત્તરૂપી કૂટો (શિખરો)નું સ્વરૂપ વર્ણવે છે. મેરૂ પર્વતને જેમ ઊંચાં, સફેદ અને કાન્તિમાન શિખરો હોય છે તેમ શ્રી સંઘમેરૂને પણ ચિત્તરૂપી શિખરો હોય છે, જે ઊંચાં શ્વેત અને ઝળહળતાં હોય છે. મેરૂનાં ચિત્રકૂટો જેમ સુવર્ણ શીલાતલ પર હોય છે તેમ શ્રી સંઘમેરૂનાં ચિત્તકૂટો પણ ઊંચા નિયમોરૂપી સુવર્ણશીલા પર હોય છે. શિખર વિનાનો પર્વત જેમ બાંડો લાગે તેમ સુંદર ચિત્તરૂપી શિખર વિના શ્રી સંઘમેરૂ પણ શોભા વિનાનો કિંમત વિનાનો લાગે.
ઇંદ્રિયો અને મન જેનાથી કાબૂમાં આવે તે નિયમ. એવા નિયમોરૂપી સુવર્ણ શીલાતલ પર શ્રી સંઘનાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનાં) ચિત્તકૂટો ઊંચાં, સ્વચ્છ અને ઝળહળતાં હોવાં ઘટે. જ્યાં સુધી ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે નહિ ત્યાં સુધી ચિત્તમાં સુંદર વિચારો આવે નહિ. હમેશાં અશુભ અધ્યવસાયના ત્યાગથી જ ચિત્તકૂટ ઊંચાં બને, અર્થાત્ ઉચ્ચતા પામે. જ્યાં સુધી અશુચિ અધ્યવસાય ન જાય ત્યાં સુધી હૃદયમાં ઉચ્ચતા ન આવે, જ્યાં સુધી ઇંદ્રિયો અને