SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની આગેવાન-ત્રિપુટી બીજો શો જવાબ આપે ? ‘હા’ કહ્યા સિવાય બીજો છૂટકો ન હતો. કારણ કે ધર્મના નામે ટહેલ પાડીને આ સંસ્થાનું નિર્માણ થયું હતું. એમનો “હ” કાર સાંભળીને પૂજ્યશ્રીએ પોતાની વાત રજુ કરતાં કહ્યું કે, 'તો પછી તમે આજથી એટલું જ નક્કી કરો કે, રાત્રિ ભોજન અને અભક્ષ્ય ભોજનનો ત્યાગી વિદ્યાર્થી જ આ વિદ્યાલયમાં રહી શકશે. ધાર્મિક અભ્યાસ કરનારને જ આમાં પ્રવેશ અપાશે અને સંસ્થાનો રીપોર્ટ આધુનિક કેળવણીના ઢોલ પીટતો નહિ, પણ વિદ્યાર્થીઓના ધાર્મિક-શિક્ષણની નોંધ રજૂ કરતો પ્રગટ થશે. વિદ્યાલય જો એ આધુનિક શિક્ષણ સાથેનો એ રીતનો છેડો સંબંધ ફાડી નાંખવા તૈયાર હોય તો અમારે વિદ્યાલયનો વિરોધ કરવાની જરૂર ન રહે !” 'વિદ્યાલયની પક્ષપાતી આગેવાન-ત્રિપુટીના હૈયાની વાત, આ પ્રશ્નના જવાબમાં ખૂબ જ સૂચક રીતે બહાર આવી. એમણે કહ્યું, “સાહેબ ! અમારે બધાને બાવા નથી બનાવવા ! આવું કરવા જઈએ તો બધા વિદ્યાર્થીઓ સાધુ બની જાય !” | સુધારક-ત્રિપુટીના પેટનું પાપ પકંડાઈ જતાં પૂજ્યશ્રીએ વેધક-વાણીમાં રોકડું પરખાવ્યું ‘માટે જ અમારે વિરોધનો ઝંડો ઉઠાવવો પડ્યો છે ! તમે નામ મહાવીરનું રાખ્યું છે એને કામ મોહરાજાનું કરી રહ્યા છો. પછી જિનશાસનનો સાધુ એનો વિરોધ કર્યા વિના કેમ રહી શકે ? તમે ધાર્મિક હેતુથી, ધર્મના નામે, ધર્મી લોકો પાસેથી પૈસા ભેગા કરો અને હિંસાથી ભરપૂર શિક્ષણને વિકસાવવામાં એનો ઉપયોગ કરો એ દાનદાતાઓનો ખુલ્લો દ્રોહ નથી શું?” એ સુધારક-ત્રિપુટી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. ત્રિપુટી નિરુત્તર રહીને પોતાના પંથે ચાલતી થઈ અને વિરોધનો એ વાયરો વેગ પકડતો જ ગયો. આમ, મુંબઈના માથે એ કાળ અને એ સાલનો સમય એક ઝંઝાવાત બનીને ત્રાટકયો હતો. ઝંઝાવાતના એ દિવસોમાં, જમાનાવાદની સામે થયેલા પ્રચંડ પડકારના પડઘાનું પ્રતિબિંબ, ઝિંદાદિલીપૂર્વક ઝીલવાના સદ્ભાગ્યને વરેલા પ્રવચનોનો એ સંગ્રહ એટલે જ આ પ્રકાશન ! ( ૧૯૮૫ની સાલમાં જાગેલા ઝંઝાવાતના એ દિવસોની એક આછી પાતળી ઝલકનું ચિત્ર કંઈક આવું છે. એ ઝંઝાવાતની ઝલકનું હૂબહૂ ચિત્ર કલમના કેમેરાથી ઝડપી લેવાનું કાર્ય જો સહેલું નથી, તો એ ઝંઝાવાતને પડકારવા છૂટેલા “રામબાણ”નું ૧૧
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy