SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1શ0 સંસાર છે જ દુ:ખમય. માટે તો અમે સંસારને છોડીને અહીં આવ્યા છીએ. પેલો ધે કે-“સાહેબ ! મારી પાસે પૈસા નથી માટે દુ:ખી છું.' તો સાધુ સમજાવે કે“ગભરા નહિ. લક્ષ્મીવાનો તો વળી તારાથી પણ વધારે દુ:ખી છે એમ તેઓ અમને કહી જાય છે. જીવનભર મજૂરી કરીને મરી જવાનું, ઘરબાર, કુટુંબ પરિવાર બધું વિખરાઈ જવાનું, સંસારનો ગુણ જ એવો છે. અરે ! અમે પણ દુ:ખી જ હતા ને ? ચક્વર્તી પણ પોતે દુ:ખી છે એમ જ માનતા ન હોત તો સંસાર છોડત ખરા ? સાધુ આ રીતે સમજાવે તો પેલા દુ:ખીને એવું આશ્વાસન મળે કે-એ પોતાનું દુ:ખ ભૂલી જાય.” હોશિયાર ડોક્ટર પણ દર્દી ગમે તેવો ગભરાયેલો આવ્યો હોય ત્યારે તેને કહે છે કે ભલા માણસ ! તને કાંઈ નથી. તું નકામો ગભરાઈ ગયો છે.' પેલો કહે કે-પણ મને ક્ષય થયો છે એમ કહે છે.” તો ડૉક્ટર કહે કે-કોણે કહ્યું ? કાંઈ નથી. ખોટો વહેમમાં પડીશ નહિ.” પછી નાડી જોઈ, આમતેમ ટકોરા મારી એવો દેખાવ કરે કે જાણે દર્દીને કાંઈ જ નથી. પોતે મનમાં ભલે સમજે, એના કુટુંબને ખાનગીમાં જરૂરી સૂચના ભલે આપે, દર્દીને બરાબર સાચવવાની ભલામણ કરે પણ દર્દીને કાંઈ કહેવાની ના જ પાડે, કારણ કે દર્દીને ખબર પડે તો ચિંતામાં એનું દર્દ વધી જાય. ડૉક્ટરની આ જાતની વાતચીતથી દર્દીને ઘણી શાન્તિ મળી જાય છે. એનું અધું દર્દ હળવું થઈ જાય છે. ડૉક્ટર એને દેવ જેવો લાગે છે. દિલાસાથી જ દર્દમાં સુધારો થવા લાગે છે. કદી મરે તોયે સમાધિમાં મરે છે. જે સંસારી દુ:ખ પોકારતો આવે એના પણ ઉપચાર કરનારો ડૉક્ટર-સાધુ છે, એટલે એ પણ એ જ રીતે દિલાસો આપે ને ? સાધુ તો ધન્વન્તરી વૈદ્ય છે. એ વૈદ્ય રોગનો નાશ કરે કે રોગને પુષ્ટ કરે ? અમે જગતમાં ફરીએ છીએ શા માટે ? સભાઃ “દુનિયાને દિલાસો દેવા માટે.” | દિલાસો દેવા અને સંસારરોગથી બચાવવા. કોઈ હાય બાપ ! મરી ગયો ! કરતો આવે અને સાધુ કહે કે - ભાઈ ! મરવાનો તો હતો જ, કોણ નથી મરવાનું ? આટલું જીવ્યો એ જ ભાગ્ય માન. | [આ વખતે એક કચ્છી ભાઈએ તે વખતે સમાજમાં ચાલી રહેલી દીક્ષાની ધમાલ અંગે નીચે મુજબ કેટલાક પ્રશ્નો કર્યા હતા જેના પૂજ્યશ્રીએ ખુલાસા આપ્યા હતા.] સભા દીક્ષા જેવી ઉત્તમ ચીજ માટે વર્તમાનમાં આટલો ઘોઘાટ શા માટે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy