________________
1211 - ૨ : મળશે બધું પણ માગશો શું ? – 82 - ૨૩
દુનિયામાં એવા ઘણા છે કે જેઓ ઉદાર હોય, હૈયાના ઉલ્લાસપૂર્વક દાન દેતા હોય, સામેનું પાત્ર ભજેનું હોય, તો પણ તેનો એક જ પાડોશી એવો પણ હોય કે તે જોઈ જોઈને મનમાં બળતરા કરતો હોય, દુ:ખી દુ:ખી થતો હોય. મોઢેથી બબડતો હોય કે-કેવા ભિખારાને ભેગા કરે છે ! હું આવાના પાડોશમાં આવીને ક્યાં ભરાણો ?' જો કે પેલાના મોઢે તો આવું બોલવાની હિંમત ન હોય. અરે, પાડોશમાં રહેવું હોય તેથી સારા દેખાવા કદી પોતે પણ દેતો હોય, પણ દેવાની ભાવના નથી એટલે મનમાં તો ઉગ જ પામતો હોય. આનો હેતુ શો ?
એ જ રીતે દીક્ષા ઊંચી, માર્ગ સુંદર, લેનાર મજેનો, આપનાર શાસ્ત્રનો જ્ઞાતા અને અપાય શાસ્ત્રાનુસારી રીતે, પછી વાંધો શો ? પરંતુ આ ભાઈનો પ્રશ્ન એ છે કે જો, આમ જ છે તો આ બધા ઘોંઘાટનું કારણ શું ?
આઠ મહાપ્રાતિહાર્ય સાથે શ્રી જિનેશ્વરદેવ સાક્ષાત્ વિચરતા હતા ત્યારે પણ પાખંડીઓ એમને ઇંદ્રજાળીઆ કહેતા હતા. એ કહેતા કે-“અરે, આ તો ખરો ઇંદ્રજાળીઓ છે !” આમ છતાં એ પાખંડીઓને પણ સમવસરણાદિ જોવા જવાનું મન તો થતું જ કારણ કે એ કાંઈ કૃત્રિમ વસ્તુ નહોતી. સભાઃ “દીક્ષા લેનારની વય, જ્ઞાન, યોગ્યતા, પાત્રતા એ બધું તો જોવું જોઈએ
ને ?” આ ભાઈના પ્રશ્નો એ બહારના વાતાવરણનો પડઘો છે. અને એ વાત પોતે પણ કબૂલે છે. સારી ચીજમાં ખામી કાઢી શકાતી નથી પરંતુ એ વસ્તુ ગમતી ન હોય ત્યાર પછી વાત બીજી રીતે કરાય છે. દાતારના દાન માટે કૃપણ કાંઈ બોલી શકતો નથી ત્યારે એ શું કહે છે ? એ કહે કે દાન તો ધર્મ છે, દાન કરે એનો વાંધો નથી પણ એ દેનાર છે કેવો ? એ તમે જાણો છો ? હું એને સારી રીતે ઓળખું છું. એ જ રીતે દીક્ષા માટે કાંઈ બોલી શકાતું નથી, ત્યારે પછી વય વગેરે બીજી ત્રીજી વાતો આગળ કરવામાં આવે છે.
સભા: “જે અણુવ્રત શું છે, એ પણ જાણતો નથી તેને મહાવ્રત કેમ અપાય ?'
એટલે “જે કાંઈ સમજતો નથી તેને મહાવ્રત કેમ અપાય ?' એ તમારો પ્રશ્ન છે. પ્રશ્નના જવાબ માટે આપણે પહેલાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું બંધારણ જોવું પડશે. ભગવાનની આજ્ઞાનું બંધારણ વિચારપૂર્વકનું હોય એમાં તો શંકા નથી ને ? હોય તો બોલજો ! અહીં આપણે શાસ્ત્રદૃષ્ટિએ વાત વિચારવી પડશે, મતિકલ્પનાની વાત નહિ ચાલે. - આઠ વર્ષની વય પહેલાં અને ત્યાંથી માંડીને પછીના માટે દીક્ષા અંગે શ્રી