________________
1329
૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી - 90
રૂપી સુવર્ણશિલાતલ ઉપર શ્રી સંઘને ઊંચાં, ઉજ્વલ તથા ઝળહળતાં ચિત્તરૂપી કૂટો હોય. ચિત્ત ઊંચાં એટલે ઉત્તમ. શ્રી સંઘનાં ચિત્ત ઉત્તમ જ હોય. અશુભ અધ્યવસાય પાછા હઠે નહિ ત્યાં સુધી શુભ અધ્યવસાય આવે નહિ . જ્યાં સુધી પરિણામ મલિન સેવાતાં હોય ત્યાં સુધી ચિત્ત ઉત્તમ પ્રકારનાં બની શકતાં નથી. અધમ પ્રકારનાં ચિત્તોને સંઘમાં સ્થાન ન હોય. શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવું અને ચિત્તને મલિન રાખવાં એ ન બને. રહેવું પ્રભુના સંઘમાં અને વિચારો દુનિયાના રાખવા એ નભે ?
૧૪૧
નિયમના યોગે અશુભ અધ્યવસાય જાય છે અને શુભ અધ્યવસાય આવે છે. એથી ચિત્ત ઉત્તમ બને છે. પછી શુભ અધ્યવસાયના યોગે કર્મમલના ખસવાથી ઉજ્વલ બનેલાં ચિત્તો નિરંતર સૂત્ર અને અર્થના સ્મરણથી ઝળહળતાં બને છે, અયોગ્ય પરિણામને રોકનાર નિયમ છે.
નિયમ શાના હોય ? પાપ ન કરવાના અને શુભ કરણી કરવાના. પાપ કરવાના અને શુભ કરણી ન કરવાના નિયમ ન હોય. એ નિયમો નિયમની કોટિમાં જ નથી. અશુભ આશ્રવ સેવવાના નિયમ ન હોય પણ અશુભ આશ્રવથી પાછા હઠવાના નિયમ હોય. એ જ રીતે સંવર ન સેવવાના નિયમ ન હોય પણ સંવર સેવવાના નિયમ હોય. પાપ નહિ કરવાનો નિયમ કરનારને પૂર્વે કરેલા પાપનો પશ્ચાત્તાપ થવો જોઈએ. પૂર્વે કરેલું પાપ ખોટું-ઘણું ખોટું ભાસે ત્યારે નિયમ થાય અને એ નિયમ સાચો કર્યો છે એમ ત્યારે કહેવાય. કરેલા પાપનો પશ્ચાત્તાપ, નિંદા ગુરુ પાસે ખુલ્લાં કરવાની તાકાત હોવી જોઈએ. ભૂતકાળના પાપનો પસ્તાવો, વર્તમાનનો પરિત્યાગ અને ભવિષ્યમાં નહિ કરવાનો નિશ્ચય, આ રીતે એક નિયમમાં ત્રણ ક્રિયા હોય છે. તેને પાપ માનો તો જ નિયમ પળે :
જે પૂર્વે કર્યું તે ખોટું હતું એમ માનવું જ જોઈએ અને એમ માને તો જ એનો નિયમે સાચો લેખાય. સાધુએ સંસાર તજ્યો એટલે કે સંસારમાં ફરી નહિ આવવાનો નિયમ કર્યો. જેણે સંસાર તજ્યો તે પોતે જેટલાં વર્ષ સંસારમાં રહ્યો તે વર્ષોને ખરાબ માને, નકામા માને, કિંમત વિનાનાં માને.
તમે જે વસ્તુનો નિયમ કર્યો, ભવિષ્યમાં નહિ કરવાનો નિયમ કર્યો, તેને ખોટી કહેવી જ જોઈએ. તમારા કુટુંબને, તમારાં સંતાનોને એ ખોટું છે એમ સમજાવવું જ જોઈએ. એમ ન કહો કે ન સમજાવો તો તમે નિયમના સ્વરૂપને સમજ્યા જ નથી. નિયમ દ્વારા જે પાપ તજ્યાં તેને પાપ ન માનો તો એ કેવું
ન