SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 145 – ૧૯ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૫૭ તો એ મળતા જ નથી પણ શુભ કર્મ કર્યા હોય તેના ઉદયની પણ રાહ જોવી જ પડે. શુભ કર્મનો પણ ભોગવટો ન આવડે તો એ જ સંહારક બને. દુર્ગાન કરે તો દેવતા લક્ષ્મી વરસાવે ખરા ? દાક્તરની તૃષા પાણીથી કદી ન શકે. તૃષા શમાવનાર પાણી પણ ઊલટી એની તૃષાને વધારે. એના પર પાણીનાં બેડાં છંટાય તોય એ એને ઊલટો બાળે; ઊલટો એ વહેલો મરે. આકરા તાવમાં માથે મૂકેલા પાણીનાં પોતાં પણ ગરમ થઈ જાય છે, એટલે તો ત્યાં ઢગલાબંધ બરફ વપરાય છે. સારી ચીજ પણ કર્મયોગે ખરાબ થઈ જાય છે. એક આદમી પાસે લાખ હોય તે સુખે જીવે છે અને બીજા પાસે લાખ હોવા છતાં મનમાં બળ્યા જ કરતો હોય છે; શાથી ? એક જ આદમી તરફ એકને પ્રેમ થાય છે ને બીજાને દ્વેષ થાય છે; શાથી ? કામાંધ બનેલો કુમ્ભા પર રાગ કરે અને રૂપવતી પર દ્વેષ કરે; એનું કારણ ? ભૂંડને મિષ્ટાન્ન આપો તો ન ખાય અને ઉકરડે જઈ વિષ્ટા આરોગે; કારણ ? અશુભ પુદ્ગલનો જ એને યોગ છે. એવા પ્રકારનો એને અંધાપો છે. કર્મયોગે સારી ચીજ પણ નઠાંરી અને નઠારી ચીજ પણ સારી લાગે છે. આ બધું સમજીને શ્રી જૈનશાસનની સોડમાં બેસાય, એના સિદ્ધાંતોને અનુસરાય, એના આચારો સેવાય, તો અરધી પાપપ્રવૃત્તિ તો આપોઆપ પલાયન થઈ જાય. સભા : જેમ ભૂંડને મિષ્ટાન્ન ખવડાવવાની મહેનત નકામી તેમ અયોગ્યને આ ઉત્તમ ધર્મ આપવાની મહેનત પણ નકામી ?” હા. એવી મહેનત ન જ કરાય. શ્રી જિનેશ્વરદેવોએ પણ અયોગ્ય જીવો માટે એવી મહેનત કરવાની ના કહી છે. વિતંડાવાદી સાથે વાદ કરવાની મના કરી છે. ભયંકર પરિણામવાળા શુષ્કવાદનો નિષેધ કર્યો છે. તમને પણ જિજ્ઞાસુ અને યોગ્ય માનીને હું આ બધી મહેનત કરી રહ્યો છું. જેનામાં યોગ્યતા ન દેખાય તેના માટે અમારાથી મહેનત કરાય જ નહિ. સભા: ‘અર્થકામની ર્દશનામાંથી પણ સારું લેવાય ને ?” શાસ્ત્ર કહે છે કે અર્થકામની દેશનાની જરૂર જ નથી. જે હિતકર હોય તેને માટે શાસ્ત્રનો ઉપદેશ જરૂરી છે. અર્થકામ તો અહિતકર છે. અને તેને માટે સ્વાભાવિક રીતે જ પ્રત્યેક સંસારી જીવોની પ્રવૃત્તિ ચાલુ છે, માટે શાસ્ત્રકારો એના ઉપદેશની પ્રવૃત્તિ કરતા જ નથી. જે શાસ્ત્રકારો એવી પ્રવૃત્તિ કરે છે તે અજ્ઞાન છે. વળી તમે એમાંથી સારું લેવાની વાત કરો છો તો તમને સાર લેતાં કેટલો આવડે છે તે હું જાણું છું. લાખની સોનાની લગડી પડેલી દેખાય તો હાથકડીના ભયને ઘોળી પી જઈને ખિસ્સામાં નાંખે એવા ઘણા છે. પછી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy