SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1384 લાગ્યો હોય તેને દોષ માન્યો છે, તેની આલોચના કરવાની વિધિ છે. અને એ મહાપુરુષોએ એવા લાગેલા દોષનું પ્રાયશ્ચિત્ત લીધું છે અને આત્મશુદ્ધિ કરી છે. ખોટી ચીજને ખોટી માની છે, મનાવી છે, લખી છે, પછી વાંધો શો ? પહેલાં તમે રત્નત્રયીના ભક્ત બનો પછી એની રક્ષા માટે પ્રશસ્ત કષાયનાં એનાં સાધનોનાં દૃષ્ટાંતોને આગળ કરો. હજી તો રત્નત્રયીના મહત્ત્વને જ સમજી શક્યા નથી. આત્મઘાત એ પાપ પણ રત્નત્રયીને જીવતી રાખવા માટે આત્મઘાત કરતો પડે તો એ પાપ નથી. રત્નત્રયી જરૂરની જણાય તો આ વાત મનાય. રત્નત્રયી વિના બધું નકામું, આ વાત સમજાય નહિ ત્યાં સુધી પ્રશસ્ત કાયના દૃષ્ટાંતમાંની એક પણ વાતનો ચિતાર તમારી સામે ૨જૂ ક૨વો નથી. સારી વાતોને કદરૂપી ચીતરવાનો ધંધો : i આપણી સારી વાતોને કદરૂપી બનાવીને ચીતરવાનો ધંધો ધમધોકાર ચાલુ છે. આપણે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે કુમારપાળ મહારાજા અગિયાર લાખ ઘોડાના પલાણે પૂંજણી રખાવતા હતા અને ચેડા મહારાજા બાણ પૂંજી પ્રમાર્જીને છોડતા હતા. આ વાતની ટીકા કરતાં તેઓ કહે છે કે-પાટે બેસીને પોથી વાંચનારાને યુદ્ધની શી ખબર ? પછી તો એમ જ કહેવું હતું ને કે-શત્રુના શરીરને પણ પૂંજી પ્રમાર્જીને બાણ મારતા હતા.’ પાછું વળી આગળ લખે છે કે‘પાટે બેસીને જે કહે છે તે શાસ્ત્રોમાંથી જોઈને કહે છે એમ માની લઈએ, પરન્તુ શાસ્ત્રની પણ એ અતિશયોક્તિ છે.’ સભા : 'આપ શાસ્ત્રનાં લખાણ બરાબર સમજી શકતા નથી એમ મનાવવાનો પણ તેમનો હેતુ ન હોય ?’ અમારી સમજફેર પણ થાય, એ કાંઈ અસંભવિત નથી; પરન્તુ તેથી શાસ્ત્રને બાધ આવતો નથી. સભા: ‘હકીકતમાં તો તેઓ શાસ્ત્રને માનતા જ નથી.' તેની તો આ બધી પંચાત છે. સારાં પણ દૃષ્ટાંતોનો આવો દુરુપયોગ કરે છે માટે એ દૃષ્ટાંત એમના માટે નકામાં છે. ઘણી દવાઓ એવી પણ છે કે જે ઢોળી નંખાય તે હા, પણ બધાને એ ન અપાય. વૈદ્યના ઘરમાં બાપદાદાના વખતની અનેક ભારે માત્રાઓ પડી હોય, તે વખતે ફેંકી દે એમ બને, પણ જેને તેને આપે નહિ. પૈસા ખર્ચી શકનાર અને દવા પચાવી જાણનારને જ એ દવા અપાય. એ જ રીતે હાલ પ્રશસ્ત કષાયનાં દૃષ્ટાંતો આપવા જેવાં નથી. જે રત્નત્રયી માટે આ મહાપુરુષોએ પોતાના પ્રાણ સમર્પણ કર્યા, જે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy