________________
1383 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો – 93 – ૧૯૫ મનુષ્યભવની કાંઈ કિંમત જ નથી ? આ માનવભવનું સાધ્ય શું ? અનેક ચક્રવર્તીઓ અને રાજામહારાજાઓ થઈ ગયા, રિદ્ધિસિદ્ધિવાળા પણ અનેક થયા પરન્તુ તેમાંના કોઈનાં નામ આ શાસ્ત્રના પાને લખાયાં ? સંખ્યાબંધ શહેનશાહો તેમની મોટી મોટી શહેનશાહતો મૂકી મૂકીને ગયા. એમાંનાં કોઈનાં પણ નામને આમાં સ્થાન ન મળ્યું. શાસ્ત્ર તો પૂછે છે કે-માનવજીવનમાં એમણે સાધ્યું શું ? આજે તો બાહ્ય વસ્તુઓ માટે માનવજીવનમાં સાધનાને ગૌણ કરવાનું કહેવામાં આવે છે. પરન્તુ પૂર્વના પુણ્ય, અનેક ભવોના સંસ્કાર ઘડાતાં ઘડાતાં, મહામુશીબતે આ જીવન અને આ સામગ્રી મળી અને તેમાં કાંઈક જાગૃતિ થઈ જેના યોગે ધર્મક્યિા પ્રતિ પ્રેમ જાગ્યો. હવે નજીવા બહાનાં કાઢી, ધર્મને હાલ મોકૂફ રાખવાનું કહેવું એને માટે શાસ્ત્ર તો કહે છે કે- આતં પરં નતમ્ - આવ્યું પણ ગયું એના જેવું થયું. એ ગયેલું પાછું ક્યારે આવે ? ચિંતામણિ કદાચિત્, ક્વચિત્ અને કોઈકને જ હાથમાં આવે. એના રૂપરંગ જોવામાં હાથમાંથી સરીને સાગરમાં પડી જાય પછી એ હાથમાં આવે ? એક ભાગ્યહીન ચિંતામણી મેળવી તેને હાથમાં રાખી વહાણના કિનારે બેસી ચાંદની રાતે ચંદ્રમાં સાથે તેની સરખામણી કરતો મલકાવા લાગ્યો. ચંદ્ર ચઢે કે આ ચઢે ? એમ સરખામણી કરતાં કરતાં ચિંતામણી હાથમાંથી સરી જઈ સમુદ્રમાં પડ્યું. એ પામરને ચિંતામણિ મળ્યું પણ ફળ્યું નહિ. મળેલું સાચવી શક્યો નહિ. સાગરમાં ગયા પછી હવે ડૂબકી મારે તોય એ હાથમાં આવે ? રત્નત્રયીના ભક્ત બનો પછી પ્રશસ્ત કષાયોનાં દષ્યત આગળ કરો:
માત્ર શરીરની જ ચિંતા કરશો અને એ માટે કસરત, અખાડા, માલ મિષ્ટાન્નની વાતો કરશો તો આત્માની ચિંતા ક્યારે કરશો ? તમારે દુનિયા સાથે રાચવું છે કે કર્મ સાથે ?
સભા; “કાલિકાચાર્ય મહારાજે લડાઈ કરી હતી ને ?'
કાલિકાચાર્ય મહારાજે શા માટે લડાઈ કરી ? કર્યા પછી શું કર્યું ? અને એ યુદ્ધમાં કોઈને માર્યા હતા કે કેમ ? એ બધું જાણો છો ?
સભા: “એ ખ્યાલ નથી.”
ખ્યાલ નથી તો એ વાત ન થાય. તમારા એ પ્રશ્નથી ચાલુ મુદ્દાને કોઈ બાધ નથી આવતો. એ યુદ્ધ સાધ્વીના શીલની રક્ષા માટે હતું. રત્નત્રયીનું રક્ષણ કરવાનો એમાં હેતુ હતો. એ યુદ્ધમાં દુશ્મનને માર્યો નથી અને દુશમનને મારવાની બુદ્ધિ પણ ન હતી. દુશ્મને માફી માગી અને ફરી એવું નહિ કરવાનું જણાવ્યું કે તરત છોડી મૂક્યો. આમ છતાં એમાં પણ જેટલા પ્રમાણમાં દોષ