SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1712 ધર્મસ્થાનોમાં દુનિયાદારીની વાત ન થાય મંદિર અને ઉપાશ્રય એ ધર્મસ્થાનો છે. એની અંદર કે બહાર, એના ઓટલા ઉપર બેસી દુનિયાદારીની વાતો કરવામાં પણ દેવાદિ દ્રવ્યભક્ષણનો દોષ લાગે છે. સાધારણ દ્રવ્ય પણ ખાઈ જવા માટે નથી. એ દ્રવ્ય પણ સાતે ક્ષેત્રને પોષવા માટે છે. ધર્મને સહાયક એવી દરેક વાત તથા ક્રિયા થાય પણ અર્થકામની પ્રવૃત્તિ કે એની એક પણ વાત ત્યાં ન થાય. ઉપાશ્રયમાં નવકારસીની રજા અપાય. પણ દુનિયાદારીની કોઈ પંચાત ત્યાં ન કરાય. ધર્મસ્થાનોનો વહીવટ કરતાં આવડે તો વહીવટ કરનાર તીર્થંકર નામકર્મ ઉપાર્જે; અને જો ઊધું વાટે તો ડૂબે માત્રા ખાતાં આવડે તો પચે અને શરીર પુષ્ટ કરે, નહિ તો ફૂટી નીકળે. સ્વાર્થવૃત્તિના કારણે આ બધી વાતો ભુલાઈં ગઈ છે. ૫રમાર્થ વૃત્તિ નાશ પામી છે. ઉપાશ્રયમાં બીજાં કામ થાય તો એ સ્થાનનું મહત્ત્વ ઘટે. એક દિવસ બીજું કામ કર્યું, પછી તો રોજ થવાનું. બપોરે નવરાશમાં ત્યાં જઈને તમારા ચોપડા લખો તો પછી વ્યાખ્યાન વખતે લખો તો પણ કોણ રોકવાનું ? દુનિયામાં આવું નહિ ચાલે. ગમે તેવી સ્વતંત્રતાની વાતો કરનારો, ગમે તેવો તોફાની અગર ગમે તેવો ધારાશાસ્ત્રી પણ, એ બધા કોર્ટમાં તો શાંત જ ઊભા રહે, ઊંચે સ્વરે બોલે જ નહિ, કેમ કે સમજે છે કે આ કાંઈ પોતાના ઘરનું દીવાનખાનું નથી. જો આવી મર્યાદા ન હોત તો બધા ભણેલા ભેગા થઈને ત્યાં શું ન કરત ? પરિણામ વિષમ આવત. ગમે તેવો કાયદાબાજ પણ ત્યાં મર્યાદાથી જ વર્તે એવો એ સ્થાનનો મહિમા છે.’ મંદિર ઉપાશ્રયના કાયદાને માન આપો ઃ મંદિર તથા ઉપાશ્રયમાં પણ એના કાયદાઓને માન આપવું જ પડે, તો જ ધર્મ સચવાય. આ રીતે મર્યાદા સચવાય તો મંદિર તથા ઉપાશ્રય એ બેય સ્થાન તારક છે. તોફાની છોકરાને મા-બાપ કદી ઘરના આંગણે તોફાન કરવા દે પણ ટ્રેનમાં કે સ્ટીમરમાં ન કરવા દે. ત્યાં પડી જવાનો અને મરી જવાનો ભય છે. મંદિર તથા ઉપાશ્રયના સ્થાનનો મહિમા બરાબર સચવાય તો એ તારે પણ એને માટે આજે વિપરીત ચર્ચા ચાલે છે. એનું કારણ એ કે ભાવના ફરી છે. ...તો ઉપાશ્રયોની હાલત શી થશે ? આજે કહેવામાં આવે છે કે મોટા મોટા ઉપાશ્રયો છોકરાં ભણાવવાના ઉપયોગમાં કેમ ન લેવાય ? પણ છોકરાંને ભણાવાય છે શા માટે, એ વાતને તેઓ અડતા જ નથી. જો બધા પ્રકારના જ્ઞાનની વાત કરતા હોય તો એકલા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy