SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1992 નહીં. કુદર્શનોનું મૂળથી જ ઉમૂલન કરવાના. તે વખતે સામાને ગુસ્સો તો ઘણો આવે પણ દલીલ વિના નિરુત્તર રહેતા. બહાર જઈને બોલબોલ કરતા, “આને ખતમ કરી નાંખીશું” એવી ધમકી પણ ઉચ્ચારતા. એ આચાર્યો ભાગ્યના જોરે જ જીવતા. અત્યારે તો એમાંનું કાંઈ નથી. એવા રાજા અને આચાર્ય પદભ્રષ્ટ થવા યોગ્ય છે? આચાર્ય હોય અને પાપી ન કંપે તો માનવું કે એ આચાર્ય પદભ્રષ્ટ કરવા લાયક છે. જેમ છતે રાજાએ ચોર, ઉદ્ધવગીર કે બદમાશો કંપે નહીં તો એ રાજા પદભ્રષ્ટ કરવા યોગ્ય છે. નગરમાં ચોર લોકો લહેરથી ફરતા હોય તો માનવું કે રાજા એમાં ભાગિયો છે; બાકી રાજાની હાજરીમાં ચોર તો કંપે જ. જૈનશાસનમાં આચાર્ય એ રાજા છે. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા, આશ્રવનાં ખાતાં ખોલનારા, શાસ્ત્ર માટે એલફેલ બોલનારાઓની જો આચાર્ય જ પીઠ થાબડે તો માનવું કે એ પણ એમાં ભળેલા છે. પાપી જો ધર્મીથી ન ડરે તો કોનાથી ડરે ? સાધુની વાત તો દૂર રહી પણ સાચા શ્રાવક પાસે પણ ધર્મનો વિરોધી જતાં કંપે. શાસ્ત્રને હંબગ કહેનારો એના આંગણે પગ પણ ન મૂકી શકે. હજારોને પાળનારો અને સાધર્મિક ભક્તિમાં આંગણે પધારેલાને જાતજાતની વાનગીઓ જમાડનારો શ્રાવક પોતાને એક પાઈ પણ નહિ આપે એવું ધર્મવિરોધી પણ માને. શ્રાવકની આ ખ્યાતિ હોય. ભૂખે મરતા ધર્મવિરોધીને શ્રાવકને આંગણે જતાં હિંમત ન ચાલે. અનેક કવિઓએ રાજાના બે ગુણ વર્ણવતાં કહ્યું છે કે- “બીમાન્ત'Tom રાના' - એની એક આંખમાં પ્રીતિ અને બીજી આંખમાં ભીતિ. સારા માણસને રાજા પાસે જતાં આનંદ થાય કેમકે સજ્જનો પ્રત્યે એની દૃષ્ટિ પ્રસન્ન હોય છે. સજ્જનોને એની પાસે આવતાં ભય ન લાગે પણ પ્રેમ ઊપજે; પરંતુ થોડા ગુનેગારને એની પાસે જતાં ભય લાગે. દરેક પાપીને તો રાજા ભયંકર લાગે. પાપી અને ધર્મી બંનેને રાજા કે સાધુમહારાજ પાસે જતાં કશો તફાવત ન લાગે તો સમજવું કે રાજા પણ પોલા અને એ સાધુ પણ પોલા. સભાઃ “વિરોધીને સુધારવા માટે પ્રેમ ન બતાવાય ?' અહીં સુધારવા માટે પ્રયત્ન કરવાની કે એ માટે મેળ રાખવો પડે તો રાખવાની ના નથી પાડી. સુધારવા માટે ઘરમાં લાવી હૈયાસરસો ચાંપી કેસરિયા દૂધના પ્યાલા પાઓ તેની ના નથી; પણ એને સુધારવા જતાં તમને એ બગાડી ન જાય તેની કાળજી પહેલી રાખજો. ખરી રીતે જોવા જાઓ તો સુધારવાનો એ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy