________________
૩૨૩
1511.
– ૨૧-: સંતોષી નર સદા સુખી – 101 - છે. સીધો હલ્લો લાવી શકતા નથી. કેમ કે પ્રભુના આગમ સામે સીધો વિરોધ ટકી શકતો નથી. પછી ફાવતા નથી એટલે વાંકા માર્ગે જાય છે. વિરોધીઓનો નવો દાવ અને તેનો ખુલાસો
આજે એક વાતનો ખુલાસો કરવો જરૂરી હોઈ આટલી પીઠિકા કરવી પડે છે. અહીં વ્યાખ્યાન રોજ વંચાય છે અને તમે બધા રોજ સાંભળો છે. કોઈ પણ નવા આવ્યા હોય તો તે પણ સાચી વાત જાણી શકે તે આ ખુલાસાનો હેતુ છે. તમે જાણો છો કે અહીં વાનમાં ચાલી રહેલી રાજકીય હિલચાલ અંગે આપણે કાંઈ બોલતા નથી. ક્યારેક કોઈ બે વાત બોલ્યા હોઈએ તો તે શાસનને ઉપયોગી લાગી હોય તેવી જ, તે સિવાય કશું નહિ. વિરોધ કરનારાઓએ પહેલાં ઘણો વિરોધ કર્યો પણ એકેય વાતમાં ફાવ્યા નહિ. પછી વ્યાખ્યાનમાંથી એક વાક્ય પકડીને દુનિયાભરમાં ઘૂમ્યા, અજ્ઞાન ટોળાંને ભેગાં કરી ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, અનેક ખટપટ કરી કાગળના ઘોડે ઠરાવો કર્યા અને એમની ઇચ્છા તો એવી હતી કે હિંદુસ્તાનભરના સંઘોમાં વિરોધના ઠરાવો થાય તો આ સાધુ ફેંકાઈ જાય અને હંમેશને માટે આડે આવતા મટી જાય. પણ એ પ્રયત્નમાં પણ પાછા પડ્યા અને પરિણામ એવું આવ્યું કે એમના આગેવાનને કબૂલવું પડ્યું, કે “ખરેખર, આપણે નકામો કાગારોળ મચાવ્યો, આમાં ઉતાવળ થઈ ગઈ છે, વાત એટલી મહત્ત્વની ન હતી. કાયદો, વ્યવહાર અને ધર્મગુરુપણાની દૃષ્ટિએ આવું કહેવાનો એમને અધિકાર હતો.”
સભાઃ “આ તો ઈંડા પ્રકરણની વાત છે.'
હા, એ જ વાત છે. એ બહાને વ્યાખ્યાન બંધ રખાવવા પણ બધે ફરી વળ્યા; પણ એમાંયે ન ફાવ્યા. સમજી ગયા કે આપણા બધા દાવ અવળા પડ્યા, એટલે હવે પાછો એક નવો દાવ ખેલવા તૈયાર થયા. દુનિયા જેને માને છે તેની સામે અથડામણમાં ઊતારવાનો કિસ્સો ગોઠવ્યો છે. પણ તેમને ખબર નથી કે અમે (જૈન સાધુઓ) કોઈની સામે ખોટી અથડામણમાં ઊતરતા નથી. આ શાસનની સામે છ દર્શનો ઊભાં છે. કોઈ અમુક ન માને તો કોઈ અમુક નયા માને, જ્યારે આ દર્શન ભિન્ન ભિન્ન અપેક્ષાએ સર્વનય માને છે. આવા સંખ્યાતીત વિરોધ છતાં આ શાસને ક્યાંય કોઈની સામે અથડામણો ઊભી કરી ? નહિ જ. સાધુની દૃષ્ટિએ અઢારે પાપસ્થાન પાપ છે અને એ દૃષ્ટિએ તો તમે પણ પાપી છો. રોજ ભગવાનની વાણી સાંભળો છો, ‘હિંસામાં પાપ” એ રોજ સાંભળો છો. છતાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા મને કે કમને રોજ કરો છો તે અમે જાણીએ છીએ, તો