________________
1195
૧ : ગુરુઓને પણ ઓળખો
:
- 81
૭
કોઈ મને કહે કે ‘મને બળ જોઈએ માટે કસરતનો ઉપદેશ આપો,' તો હું કહ્યું કે-‘તારે તો ઘરબાર, કુટુંબ, પરિવાર, પૈસોટકો, વેપારધંધો બધું જોઈએ, તો તારી એ બધી પંચાતમાં હું પડું ? કાલે તો કોઈ એમ પણ કહે કે ‘મારે કન્યા જોઈએ છે અને શેઠિયાઓ તેમની દીકરી ગરીબને નથી આપતા માટે ગરીબને આપે એવો ઉપદેશ આપે' તો હું કદી હા ન પાડું. મને તો તમે સામાયિક, જિનપૂજનાદિ ધર્મક્યિા માટે ઉપદેશ આપવાનું કહો તો આખો દિવસ આપું. એમાં જરાયે ન થાકું. કસરતશાળાના, સંસાર વધારવાના, પ્રજા પેદા કરવાનાં વિધાનોના ઉપદેશ સાધુ પાસે માગે તો સાધુ આપે ? સાધુ જાણે બધું, શાસ્ત્રમાં આવે બધું પણ સાધુ એ બધા માર્ગો બતાવવાના ધંધામાં પડે ? પડે તો એની સાધુતા રહે ? એ જ રીતે મુક્તિનો રસિયો સામગ્રીનો સદુપયોગ કરે પણ સામગ્રીની ઝંખના ન કરે, એ મેળવવા વલખાં ન મારે.
કરોડપતિ થઈશ ત્યારે દાન દઈશ' એવી ભાવનાનું પ્રદર્શન કરે છે તો અત્યારે છે તેમાંથી કેમ નથી દેતો ? પચાસ મળે છે ત્યાં ધર્મ ભૂલી જાય છે તો પંચાલ લાખ મળશે ત્યારે ધર્મ ક્યાંથી યાદ આવવાનો ? ત્યારે તો એમ થશે કે ‘હું કેવો પુણ્યવાન ! મારે હવે કોઈની શી જરૂર ?' ત્યારે તો ધર્મ પણ ભુલાઈ
જશે.
એવા શ્રીમંતો તો હકીકતમાં કંગાળ છે :
આજના શ્રીમંતો કહે છે કે વ્યાખ્યાનમાં તો સામાન્ય વર્ગ જાય. જેને કામધંધા ન હોય એવા જઈને ત્યાં બેસે. પૂજા, સામાયિક, પ્રતિક્ર્મણ વ્યાખ્યાન શ્રવણ, આ બધું એમના માટે નહિ, કારણ કે એ પોતાને બહુ પુણ્યવાન માને છે. એતો ભગવાનનાં દર્શન પણ વાર તહેવા૨ે ઠીક લાગે તો કરે. કારણ કે એને ફુરસદ નથી. સાધુ પાસે જાય તો નહિ પણ વખતે સાધુ એને બોલાવે તો કહી દે કે ‘હમણાં નવરાશ નથી. ખાસ કામ હોય તો મહારાજને કહેજો, ઘરે પધારે.' આવું કહેનારા પણ આજે છે. એવા પોતાને ભલે શ્રીમંત માને પણ ખરેખર તો એ પામરો છે. જેમ જેમ એ પામરતા વધુ પોષાય તેમ તેમ દુર્ગુણો વધારે આવે.
શાસ્ત્ર પુણ્યવાન કોને કહે છે ? જેને તપ, જપ, ધર્મ આદિ પ્રત્યે પ્રેમ હોય તે પુણ્યવાન. બાકી ઉપર કહ્યા તે પુણ્યવાન ખરા પણ એ પાપાનુબંધી પુછ્યુંવાળા સમજવા. એમના પુણ્યના ભોગવટામાં તો પાપના ગંજ ખડકાય છે. થોડાક ભોગવટામાં કેટલાય ગુણી વિટંબણાની ખરીદી થાય છે. જેને મંદિર ઉપાશ્રયે જવાનો સમય નથી તે લક્ષ્મીવાનો કંગાળ છે. સારાં સ્થાનોમાં આવે તે પુણ્યવાન, ખરડતાં ફરે તે કમનશીબ. એ તો થોડું પુણ્ય ભોગવી કંગાલિયત