________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
અનુપયોગથી દેવતા ન આવે તો પોતાને કેવળજ્ઞાન થયાનું એ બીજાને જણાવે નહિ. ગુરુ છદ્મસ્થ હોય; શિષ્યને કેવળજ્ઞાન થાય અને ગુરુ જાણે નહિ, તો ત્યાં સુધી પોતાને કેવળજ્ઞાન થયાનું શિષ્ય ગુરુને જણાવે નહિ.
२०
1208
સંઘ વાસ્તવિક સંઘ બને તો સારી દુનિયા એને પૂજે. ‘અમે સંઘ’ એમ પોકાર કરનારા માટે આપણે વસ્તુસ્થિતિ ૨જૂ કરીએ છીએ. સંઘમાં રહેલી દરેક વ્યક્તિને સંઘ તરીકે પૂજાવાની ઇચ્છા ધરાવનારો પૂજવા તૈયાર જ હોય. જો ન હોય તો એ સંઘમાં રહેવા માટે લાયક નથી. પણ એ વાત સમજાવતાં પહેલાં એ નક્કી ક૨વું જોઈએ કે-સંઘ કોણ ? સંઘ શું ? એ પૂજ્ય શાથી ? એમાં આગેવાની કોની અને શાથી ? કોણ કોના તાબેદાર ? આ બધી વાતો નક્કી કરવી પડશે ને ? જડનો સંસર્ગ હોય ત્યાં સુધી સિદ્ધિ નથી. જડના સંસર્ગને પોષનાર કોણ ? જડના સંસર્ગની પોષક ચીજને ખસેડી એ સંસર્ગને દૂર કરનારી ચીજ સેવીએ, તો મુક્તિ મળે ને ?
સભા જડના સંસર્ગને પોષનાર કર્મ છે.'
એ વાત સાચી, પણ એ કર્મ કઈ ક્રિયાથી આવે ને કઈ ક્યિાથી જાય, એ જાણવું જોઈએ ને ? પાપ, આશ્રવ અને બંધ એ ત્રણને જે સમજે, માને અને તે ન જોઈએ એમ કબૂલે તે પુણ્ય, સંવર અને નિર્જરાને સેવ્યા વિના રહે ? પુણ્ય, સંવર અને નિર્જરાની કરણીમાં જે વિઘ્ન નાખે તેને પાપ, આશ્રવ અને બંધનો ભય નથી. જેને એ ત્રણેયનો ભય નથી તે શ્રી જિનેશ્વરદેવના શાસનને માનતો જ નથી. એનામાં આસક્તિતા નથી પણ નાસ્તિકતા બેઠી છે, એમ કહેવું જ પડે.
આ પાપ છે, તે આનાથી થાય છે અને આ રીતે બંધાય છે, એ સમજનાર પાપથી ડરે નહિ ? પાપથી છેટો ન રહે ? પરંતુ પાપ પાપ તરીકે રોમ રોમ પરિણમ્યું નથી એ જ મોટો વાંધો છે. સાપ કરડે તો તરત મરી જવાય એ વાત હૈયામાં જે રીતે બેઠી છે તેવી આ વાત બેઠી નથી. સાપનું નામ સાંભળતાં ગભરામણ થાય, એવી ગભરામણ પાપનું નામ સાંભળતાં કેમ થતી નથી ? ઝેર ભૂલથી પણ ખવાય તો પ્રાણ લે, એમ નક્કી માન્યું છે માટે ખાતાં ખાતાં કોઈ બૂમ પાડીને કહે કે-‘એમાં તો ઝેર છે' તો તરત મોંમાં ગયેલો કોળિયો પાછો વાળે, ખાધું હોય તેની મોંમાં આંગળા ઘાલી ઊલટી કરે, ડૉક્ટર પાસે દોડે, ફી આપે અને બધું બહાર કઢાવે. બેચાર દિવસ તો પેટમાં કંઈ રહી ગયું નહિ હોય ને ?’ એવી શંકા થયા કરે. એ શંકામાં અમથો પણ તાવ આવી જાય. દ્રવ્યપ્રાણો (પાંચ ઇંદ્રિય, મન-વચન-કાય બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય મેં દશ) ઉ૫૨ જેટલો