________________
1507
- ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 - ૩૧૯ સાચા સદાચાર કે સાચી ભાવના આવતા નથી. એ ત્રણ માટે ઇચ્છાનો નિરોધ જોઈએ. ઇચ્છાનો અભાવ ન હોય તો ઉદારતા કલંકિત થાય છે. પૌલિક ફળની લાલસાથી ધર્મસેવન કલંકિત થાય છે?
ઇચ્છાનો અભાવ ન હોય તેવી વ્યક્તિ દાનમાં, શીલમાં, તપમાં, ભાવમાં, બધામાં લાલસાને સામેલ રાખે અને સોદાબાજી કરે. પૌદ્ગલિક ફળની લાલસાથી ધર્મસેવન કલંકિત થાય છે. જે ધારણાએ ધર્મ કરે તે ન ફળે તો તરત એ ધર્મથી ખસી જાય છે. ઇતરોમાં પણ નિષ્કામ ભક્તિની પ્રધાનતા છે. એમના ધર્મગુરુઓએ ગમે તેવી સેવા કરનારા શિષ્યો સામે લાંબા સમય સુધી દૃષ્ટિ પણ ન કરીને તેમની પરીક્ષા કરી છે. ચાણક્ય અને ચંદ્રગુપ્તઃ
ચાણક્ય ચંદ્રગુપ્તની પરીક્ષા કર્યાનો એક પ્રસંગ આવે છે. રાજ્યના ભયથી બંને નાસતા ફરે છે. રાજ્યના મારાઓ પીછો કરી રહ્યા છે. નાસતા નાસતા એક સરોવરના કાંઠે ધોબી કપડાં ધોઈ રહ્યો છે. તેને ત્યાંથી ભગાડી તેનો વેષ પહેરી ચાણક્ય કપડાં ધોવા લાગ્યો અને ચંદ્રગુપ્તને સરોવરમાં ડૂબકી મારી છુપાઈ જવા કહ્યું. થોડીવારમાં મારાઓ ત્યાં આવી પહોંચ્યા. ધોબીને પૂછ્યું કે અહીં થોડી વાર પહેલાં બે માણસોને ભાગતા જતા જોયા ? ધોબી કહે, “હા, આ સરોવરમાં છુપાયા છે.” પેલાઓ કપડાં તથા શસ્ત્રો કિનારે ધોબી પાસે મૂકી સરોવરમાં ડૂબકી મારવા તૈયાર થયા. જેવી ડૂબકી મારી કે ચાણક્ય તલવારથી તેમનાં મસ્તક ઉડાડી દીધાં. ચંદ્રગુપ્તને બહાર કાઢી પૂછ્યું કે, “મેં મારાઓને કહ્યું કે, ચંદ્રગુપ્ત આ સરોવરમાં છુપાયો છે. તે સાંભળી તને મારા માટે શો વિચાર આવેલો ?' ચંદ્રગુપ્ત કહે, “તમે તો મારા પિતાના સ્થાને છે. તેથી જે કાંઈ કહ્યું હોય તે મારા ભલા માટે જ હોય. તેથી મને કોઈ જાતનો બીજો વિચાર ન હતો.” કેવી શ્રદ્ધા ? જો એ શ્રદ્ધા ન હોત તો ચંદ્રગુપ્તને એ વખતે થઈ જાત કે “આવો વિશ્વાસઘાત ?” આ દૃષ્ટાંતથી શાસ્ત્ર ફરમાવે છે કે દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે આવી શ્રદ્ધા જોઈએ. એ ન હોય ત્યાં સુધી મનાય કે તત્ત્વમાં પૂરી શ્રદ્ધા નથી. - આવી શ્રદ્ધા ધર્મમાં જોઈએ?
મહર્ષિઓએ પ્રાણાંત કષ્ટો સહ્યાં તે આવી જ શ્રદ્ધાએ. બાકી તો પરલોકની વાતો સંપત્તિ સમયે કદી મીઠી લાગે, પરંતુ આપત્તિ વખતે મીઠી લાગવી મુશ્કેલ છે. કોઈકને જ લાગે. શરીરની ચામડી જીવતી ઊતરતી હોય, ઘાણીમાં પિલાવાતું હોય એ વખતે પરલોક યાદ કરી સમભાવે સહાતું હોય એ શ્રદ્ધા કેવી ? બાહ્ય