SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1454 આવાગમનની કે સંયોગની જરૂર જ નથી. માત્ર વળગેલાને કાઢવાની જ ક્રિયા ત્યાં કરવાની છે. ધર્મની સાચી ઇચ્છા ક્ષયોપશમથી થાય છે ઉદયથી નહિ. સમ્યકત્વની પ્રાપ્તિ પાંચ પ્રકૃતિના ઉપશમથી અથવા સાત પ્રકૃતિના ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષયથી થાય છે. દેશવિરતિની પ્રાપ્તિ આઠ કષાયોના ક્ષયોપશમથી થાય છે. સર્વવિરતિની પ્રાપ્તિ બાર કષાયના ક્ષયોપશમથી થાય છે. પુણ્યના ઉદયે આ બધી વસ્તુઓની પ્રાપ્તિ ન કહી પણ કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયના કારણે એ પ્રાપ્તિ કહી. “યથાપ્રવૃત્તિકરણ” નદી ગોળ પાષાણ ન્યાયે થાય છે, “અપૂર્વકરણ” ઉદ્યમથી થાય છે. શ્રેણિ ઉપશમ અને ક્ષાયિક એમ બે પ્રકારે મંડાય છે. ઉપશમ શ્રેણિવાળો દશમાના અંતે મોહનો ઉપશમ કરી અગિયારમે ઉપશાંત વીતરાગ દશાને પામે છે. પરન્તુ અંતર્મુહૂર્તમાં જ ત્યાં લોભ મોહનીયનો ઉદય થતાં ત્યાંથી પાછો પડે છે જે યાવત્ પહેલા ગુણઠાણે આવી મિથ્યાત્વભાવને પણ પામે છે. ક્ષપકશ્રેણિવાળો આત્મા દશમાના અંતે મોહનો ક્ષય કરી સીધો બરમે ગુણઠાણે પહોંચી ક્ષીણમોહ દશાને પામે છે. બારમાના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય કરી તેરમું ગુણઠાણું પ્રાપ્ત થતાં જ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય થાય ત્યારે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આમાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયની વાત બધે આવી પણ પુણ્યોદયથી તેની પ્રાપ્તિ ન કહી; પુરુષાર્થની જ પ્રધાનતા આવી. તેમાં ગૌણપણે પુણ્યોદય ભલે હોય પણ મુખ્યતા તો પુરુષાર્થની જ છે, મહેનત રહી જાય અને લક્ષ્મી વહી જાય : - ઘરબાર, લક્ષ્મી આદિમાં શુભોદય જોઈએ, એ ન હોય તો મહેનત નકામી જાય. મહેનત રહી જાય ને લક્ષ્મી વહી જાય. શુભ અને અશુભ બેયના ક્ષયથી મુક્તિ છે. આપત્તિમાં દુ:ખી ન થાય ને સંપત્તિમાં ખુશી ન થાય તે મુક્તિ પામે. આપત્તિથી ગભરાય નહિ ને સંપત્તિથી લોભાય નહિ તે મુક્તિ પામે. અમુક સંયોગો કાઢે અને અમુક સંયોગો મેળવે ત્યારે લક્ષ્મી મળે, જ્યારે મોક્ષ મેળવવા માટે તો બધાને કાઢવાનો જ કેવળ ઉદ્યમ જોઈએ. બધાને કાઢવામાં કશાની જરૂર નથી. કોઈને બેસાડવા હોય તો તેને સલામો ભરવી પડે. કોઈની ગરજ ન હોય તો સલામો શા માટે ભારે ? મોક્ષના પ્રયત્નમાં તો શુભ અને અશુભ બન્નેને ધક્કા જ મારવાના છે, બન્ને પ્રકારના કર્મસંયોગોને વિખેરવાના છે. વિખેરતાં વિખેરતાં સંઘરવા મંડી પડાય તો એ મારી પાડે. અર્થકામની સાધના એકલા ઉદ્યમથી ફળતી નથી, જ્યારે મુક્તિ માટે જેણે યત્ન આરંભ્યો તે કદી નિષ્ફળ ગયા નથી; સાચો પ્રયત્ન શરૂ થયો કે નિયમા અર્ધપુગલ પરાવર્તની
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy