________________
158
– ૧૭ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં?... 97 – ૨૩૫ સભાઃ “બુદ્ધિ એ પણ પુરુષાર્થ ?'
બુદ્ધિ ક્ષયોપશમના કારણે છે. પુરુષાર્થ જુદી ચીજ છે. એક ને એક ગાથા તરત આવડે અને બીજાને ચોવીસ કલાક ગોખે તોય ન આવડે. પુરુષાર્થ તો બેય કરે છે. ત્યાં ઉદ્યમ એ જ કારણ નથી પણ કર્મના ક્ષયોપશમની પ્રધાનતા છે. કર્માધીન આત્માને, ગમે તેવા સંયોગાધીન આત્માને, સાવધ રાખનાર મુક્તિમાર્ગ પ્રત્યેનો પ્રેમ અને એની પ્રાપ્તિનો ઉદ્યમ જ છે. એકલો પુરષાર્થ ફળતો હોય તો તે મોક્ષ માટેનો જ?
ઉદ્યમ એકાંતે જરૂરી અને લાભદાયી હોય તો તે કેવળ મુક્તિ માટેનો જ છે. જો કે એમાંયે કર્મવશાત્ આત્માને ટક્કર પણ લાગે પરંતુ તોયે પરિણામે સિદ્ધિ છે જ. અર્થકામની સાધનામાં એકલો ઉદ્યમ કદી જ ફળતો નથી. જેઓને અર્થકામ મળ્યા છે ત્યાં કારણભૂત પૂર્વની આરાધના છે. ચક્વર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ આ બધાને સાહ્યબી અઢળક હોય છે. સમૃદ્ધિથી ભરપૂર આવાસોમાં એ બધા જન્મ. આવાં ઉત્તમ કુળો પૂર્વે સંયમ આરાધ્યું ત્યારે જ મળ્યાં છે.
સભા: ‘એ પણ પુરુષાર્થ તો ખરો ને ?'
કબૂલ, પણ તે મુક્તિ માટેનો, કે જે મંજૂર છે. એ પુરુષાર્થ અર્થકામ માટે નથી થયો. વાસુદેવ નિયાણું કરીને તેવી માગણી કરે છે પણ એ તો પછી. પહેલાં આરાધના તો મુક્તિ માટે જ કરે છે. * એકલો પુરુષાર્થ ફળતો હોય તો મોક્ષ માટેનો જ. દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ તો અશુભ કર્મ જાય, શુભ કર્મનો સંયોગ થાય અને તે પણ ઉદયમાં આવે ત્યારે થાય; જ્યારે મુક્તિની પ્રાપ્તિમાં તો કર્મનો અભાવ એ જ કારણ. શુભ અને અશુભ બેય પ્રકારના કર્મનો અભાવ એ જ મુક્તિ. એ પ્રયત્નમાં તો માત્ર કાઢવાની જ, ઝાટકવાની જ વાત છે, નાખવાની કે રાખવાની વાત જ નથી. એકલું કાઢવાનું જ કામ હોય ત્યાં એકલો ઉદ્યમ ફાવે. કાઢવું, પાછું નાખવું અને સાચવવું, ત્યાં ભાગ્ય જોઈએ. એકલો ઉદ્યમ ફળે તે મુક્તિના પ્રયત્નમાં જ અને મુક્તિ માટેનો જ. દુનિયાની સાધના પુણ્યાધીન છે?
મુક્તિની સાધનામાં કેવળ ઉદ્યમની જ પ્રધાનતા છે. ઉદ્યમ કરવા છતાં પાછા પડીએ ત્યારે જ ભાગ્ય વગેરેની ખામી કઢાય. દુનિયાની સાધના પુણ્યાધીન છે, શુભાશુભ કર્મને આધીન છે; જ્યારે મુક્તિની સાધના પુરુષાર્થને આધીન છે અને મુક્તિની પ્રાપ્તિ કેવળ કર્મક્ષયને આધીન છે; ત્યાં કશાના