SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ 1455 – ૧૭ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં ?- 97 – ૨૭૭ અંદર મુક્તિ મળવાની જ. અર્થકામ માટે ઉદ્યમ કરનારા નિષ્ફળ થયાના દાખલા થોકબંધ મળે છે, મુક્તિ માટે તો શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ શરૂ થયું કે એક પુગલ પરાવર્તમાં મુક્તિ. વલ્લો આદમી કયો ઉધમ કરે ? અર્થકામની સાધના તો ભાગ્ય હોય તો જ ફળે એ વાત નક્ક છે તેથી હવે ઉદ્યમ જ કરવો છે તો તે જેનું ફળ નિશ્ચિત છે તેને માટે કરવો કે જેનું ફળ અનિશ્ચિત છે તેને માટે ? ડાહ્યો આદમી કયો ઉદ્યમ કરે ? સમ્યગ્દષ્ટિ તો જેનું ફળ નિશ્ચત છે તેવો મુક્તિ માટેનો જ ઉદ્યમ કરે, અર્થકામ માટે એને ઉદ્યમ કરવો પડે પણ હૈયાથી ન કરે. એટલા માટે તો તે અર્થચિંતા માટે ગણતરીના બેચાર કલાક જ રાખ્યા; કેમકે એ વસ્તુ ભાગ્યાધીન છે. મારી સામાયિકની ભગવાન મહાવીર પણ પ્રશંસા કરે અને હું સાડા બાર દોકડાનો જ માલિક કેમ ?' એવું પુણિયા શ્રાવકે ન વિચાર્યું અને “અમારી પાસે આટલી મિલકત છતાં ભગવાન પુણિયા શ્રાવકની જ કેમ પ્રશંસા કરે ?' એવું આનંદ કામદેવે ન કહ્યું. લક્ષ્મીની પ્રાપ્તિ ભાગ્યાધીન જ્યારે ધર્મની પ્રાપ્તિ ક્ષયોપશમાધીન છે. નબળા ધર્મ કરે ને સબળા રહી જાય ? બુદ્ધિમાં બળિયા ઘણા હોય પણ એ જ ધર્મની બાબતમાં “અમારાથી નહીં બને” એમ કહી દે છે ને ? નબળા ધર્મ કરે ને સબળા રહી જાય, એવું પણ નજરે દેખાય છે. માર્ગાનુસારી મિથ્યાદૃષ્ટિમાં પણ તે યોગ્યતા છે કે જેના યોગે એ પણ ધીમે ધીમે આગળ વધે. પણ મુખ્યતયા ધર્મની પ્રાપ્તિ તો ક્ષયોપશમાધીન છે. મોક્ષની ક્યિા રૂચી એટલે સમજવું કે એ જીવનો હવે આ છેલ્લો પુદ્ગલ પરાવર્ત છે. મિથ્યાત્વનો રસ મંદ પડે તેથી ધર્મરુચિ થાય પણ ગુણ પ્રગટે તે કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી. ગુણોની પ્રાપ્તિ ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમને આધીન છે? ગુણોની પ્રાપ્તિ ઉપશમે. ક્ષય અને ક્ષયોપશમને આધીન છે પણ બંધને આધીન નથી. ચક્વર્તી અને રંક બેય કેવળજ્ઞાન પામે, કેમકે કેવળજ્ઞાન એ માત્ર ઘાતી કર્મના ક્ષયથી મળે છે. એક કાળમાં ચક્વર્તી એક જ થાય પણ કેવળજ્ઞાની ઘણા થાય, કેમકે ચક્વર્તી થવામાં શુભોદય જોઈએ. તીર્થંકર થવામાં પણ તીર્થંકર નામકર્મનો ઉદય જોઈએ પણ કેવળજ્ઞાની થવામાં એ કાંઈ ન જોઈએ. માત્ર કર્મપ્રકૃતિઓનો ક્ષય જ જોઈએ. શ્રી તીર્થંકરદેવ તથા કેવળજ્ઞાનીનું જ્ઞાન સરખું પણ સાહ્યબીમાં ભેદ, કેમકે એ વાત કર્મને આધીન છે. શ્રી તીર્થંકરદેવની દેશનાથી એક સમયે સર્વ સંશય છેદાય, કેવળજ્ઞાનીની દેશનાથી એમ ન પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy