________________
૨૯૮
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
બને, કારણ કે એમાં કારણભૂત કર્મ છે. શ્રી તીર્થંકરદેવ માટે દેવતાઓ સુવર્ણકમળ ગોઠવે અને કેવળજ્ઞાની માટે એવો નિયમ નહિ, ત્યાં કારણભૂત પુણ્યકર્મ છે. મને નહિ અને આમને કેમ ? એમ કેવળજ્ઞાની ભગવંત કહે ? ન જ કહે. અહીં કર્મસામ્રાજ્ય છે, મોક્ષમાં એ નથીઃ
કર્મક્ષયસાધ્ય વસ્તુઓમાં કર્મબંધની જરૂર નથી. કર્માધીન વસ્તુઓમાં બંધની અપેક્ષા છે. શ્રી તીર્થકર તો તે જ થાય કે જે પૂર્વના ત્રીજે ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરે. પૂર્વે કાંઈ ન આરાધ્યું હોય એવો જીવ પણ ધર્મ પામી, કેવળજ્ઞાન મેળવી મુક્તિએ જાય એવો દાખલો કોઈક મળે, પણ તીર્થકર તો પૂર્વના ત્રીજે ભવે તીર્થંકર નામકર્મ નિકાચે તે જ થાય; કેમકે ત્યાં પદવીની વાત છે. એ પુણ્ય વિના ન હોય. મોક્ષમાં તો શ્રી તીર્થકર, કેવળી, ગણધર, આચાર્ય, પાઠક, સાધુ બધા સરખા પણ અહીં તમામ ભેદ છે. એ તમામ પદસ્થોના ભેદ અહીં રહેવાના, કારણ કે અહીં કર્મસામ્રાજ્ય છે. મોક્ષમાં કર્મસામ્રાજ્ય નથી. દુનિયાનો કાયદો વ્યારો:
દુનિયામાં મોટો તે ગણાય છે કે જેનું કર્મસામ્રાજ્ય મોટું. દુનિયાનો કાયદો ન્યારો. દુનિયામાં સુખી તો સાધુ હોય પણ શેઠ તમે કહેવાઓ. લોકોની આંખ સાધુ પર ન ઠરે પણ રાજા પર ઝટ ઠરે. પુણ્યનો બંધ સાધુને હોઈ શકે છે પણ પુણ્યનો ઉદય રાજાને વધારે છે તેથી તેના તરફ બધાની આંખ વધારે ઢળે છે. કર્મના સામ્રાજ્યમાં ઉદ્યમની વાતો કરવી તે બેવકૂફી છે. કર્મક્ષય સાધ્ય વસ્તુ માટે જ ઉદ્યમ કરો, જો સફળતા જોઈતી હોય તો. અર્થકામનો પુરુષાર્થ તો નમાજ પઢતાં મશીદ કોટે વળગે તેવો છે. ફાવ્યા તો ઠીક નહિ તો લેવાને બદલે દેવાના થાય તેવો એ ઉદ્યમ છે. ગયા કમાવા ને આવ્યા ગુમાવીને એટલું જ નહિ, ઉપરથી દેવાનો ગાંસડો બાંધીને પાછો એ દેવું પૂરું કરવાની પંચાતમાં પડે. એના એ દિવસો કઈ રીતે પસાર થાય એ તો એ જ જાણે ને બીજા કેવળી ભગવાન જાણે, આપણે ન જાણી શકીએ.
સંતોષરૂપી નંદનવન વિષે જ્ઞાની ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી.