SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1518 મણ પાણી ઢોળતા હોય, એમાં એને જરા પણ વાંધો ન જણાતો હોય એને શ્રી કુમારપાળ મહારાજાની ૧૧ લાખ ઘોડાને પાણી પણ ગાળીને પીવડાવવાની વાત કઈ રીતે જચે ? જેમને ભક્ષ્યાભઢ્યના વિવેકનું કોઈ ભાન જ નથી તેમને શ્રી કુમારપાળ મહારાજાના ચોમાસામાં લીલોતરીના અને પાંચ વિગયના ત્યાગની વાતો કઈ રીતે મગજમાં ઊતરે ? જેમને દિવસમાં દસ વાર ખાવા જોઈએ અને ચોવીસે કલાક મોટું ચાલતું જોઈએ એને છત્રીસ કલાકના ઉપવાસની વાત શી રીતે ગમે ? એ તો કહી દે કે કોઈ ન જુએ તેમ છાનું છાનું ખાઈ લેતા હશે ! અજાણ જૈનેતરો આવી શંકા કરતાં પણ આજે તો હવે જૈનોમાં પણ એક એવો વર્ગ નીકળ્યો છે કે જે આવી ખોટી વાતો ફેલાવે છે. આ મહાપુરુષોની વાતો આજના પામર જીવોને ન ગમે એમાં કાંઈ નવાઈ નથી કેમકે બિચારા અજ્ઞાન છે. ખોટાને સલામ ન ભરાય ? - શ્રી જિનેશ્વરદેવના શાસનની સઘળી વાતો ન્યારી છે. એને લોંકની વાતો સાથે મેળ હોય જ નહિ. આપણે સંસારને ખરાબ કહીએ ત્યારે લોક એને સારો કહે; આપણે એને તજવા જેવો કહીએ ત્યારે લોક એને રહેવા જેવો કહે; આપણે વિષયને વિષ કહીએ ત્યારે લોક એને ભોગવવા જેવો કહે; આપણે સંબંધીને બંધનું કહીએ ત્યારે લોક અને સાથી કહે; આપણે પૈસા-ટકાને દુ:ખનું સાધન કહીએ ત્યારે લોક એને સુખનું સાધન કહે; હવે આ બધી વાતનો મેળ મળે શી રીતે ? આ પંચાતની પતાવટ થાય કઈ રીતે ? આમાં અરધી પતાવટ કરવી છે ? લક્ષ્મી અરધી સારી અને અરધી ખરાબ એવી પંચાત થઈ શકે ? સાચા અને ખોટા વચ્ચે પતાવટ થાય જ નહીં. ખોટાને સલામ ભરાય કઈ રીતે ? જે શ્રીસંઘ તીર્થકરવત્ પૂજ્ય, એની વાતો કાંઈ છોકરાંની રમત ન હોય. - તો પૂજાવાની માગ છોડી દોઃ આમ પણ ચાલે ને તેમ પણ ચાલે; સંસારને સારો પણ માનીએ, “સંસાર છોડવા જેવો” એવું જ શા માટે માનીએ ?’ આમ કહે તેમને તો કહી દેવાનું કેતો તીર્થકરવત્ પૂજાવાની માગ છોડી દો.” “શાહ” કહેવડાવવું હોય તો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy