SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 1417 ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધા - 95 – – ૨૨૯ કેમ બને ? ઉકરડા વચ્ચે બેસવું અને સુગંધી લેવી તે ક્યાંથી મળે ? સ્થળ, વાતાવરણ એ બધું વિચારવું જોઈએ ને ? સંઘ' એ અનુપમ ચીજ છે? સંઘ એ અનુપમ ચીજ છે, લોકહેરીમાં પડેલું ટોળું એ સંઘ નથી. સંઘ તે કે જે લોકને પોતાના તરફ ખેંચે પણ પોતે લોક પાછળ ન ઘસાય. શ્રી સંઘની સાધના લૌકિક નહિ પણ લોકોત્તર હોય. એની સાધના દુનિયાદારી માટે નહિ પણ કેવળ આત્મકલ્યાણ માટે હોય. માટે તો એ તીર્થકરવત્ પૂજ્ય ગણાય છે. જેને તેને તીર્થકરવત્ ગણીએ તો આ દુનિયામાં સંઘના કાંઈ તોટા નથી. મનુષ્યોના સમુદાયોને જ જો સંઘ કહેવાતો હોય તો ડગલે ને પગલે પાંચ-પચાસ માણસોનાં ટોળાં તો છે જ. તો તો રોજ જ્યારે ને ત્યારે અને જ્યાં ત્યાં તીર્થકર મળ્યા જ કરે; પણ એવું નથી, જે શ્રી સંઘ તીર્થકરવત્ પૂજ્ય મનાય છે તે ચીજ જ જુદી છે. સંઘત્વ હોય ત્યાં ભાવના કઈ હોય? શ્રી સંઘને દુનિયા સાથે મેળ ન હોય. શ્રી સંઘ તો દુનિયામાં કમને રહેલ હોય. જેને દુનિયામાં રહેવાની જ ભાવના હોય તે શ્રી સંઘમાં નથી. આ રીતે જ્યારે સંસારમાં રહેવાની ભાવનાવાળો સંઘમાં નથી ત્યારે “સંસારમાં સાર છે, સંસારમાં રહેવામાં વાંધો શો ? સંસારમાં રહેવું જ જોઈએ” આવી ભાવના હોય ત્યાં સંઘત્વ મનાય ?. પૂર્વના શ્રાવકોની ભાવના કઈ હતી ? રાજા-મહારાજાઓ છતાં યુદ્ધભૂમિમાં પણ પોતાના સ્વરૂપને કે પોતાના કર્તવ્યને એ ભાવનાના બળે જ નથી ભૂલ્યા. એ ભાવનાને અને આજની ભાવનાને કોઈ મેળ મળે ? શ્રી ચેડા મહારાજા યુદ્ધભૂમિમાં પણ બાણને પ્રમાર્જતા, પડિક્કમણું કરતા. શ્રી કુમારપાળ મહારાજા ઘોડાના પલાણે પૂંજણી બંધાવતા, અગિયાર લાખ ઘોડાને ગાળેલું પાણી પીવડાવાય એવી વ્યવસ્થા કરાવી, આ બધી વાતો આજનાઓને હમ્બગ લાગે છે; લાગે જ, કારણ કે પેલા મહાપુરુષોની ભાવના ક્યાં ! અને આ પામરોની ભાવના ક્યાં ? ઉદાર તો સહેજે લાખોનાં દાન દે; એને મન એ કાંઈ મોટી વાત નહિ પણ કપણની તો એ વાત સાંભળી છાતી જ બેસી જાય. શાસ્ત્રમાં લાખોના દાનની વાત આવે ત્યારે કુપણ શ્રોતા કહી દે કે “એ તો બધાં ગપ્પાં. જેનાથી રાતી પાઈ ન છૂટે એ વળી લાખોનાં દાન દેવાયાં એ વાત માને શી રીતે ? એને એ બધી અતિશયોક્તિ જ લાગે. એ જ રીતે ભૂતકાળના આ બધા પુણ્યવાન મહાપુરુષોની વાતો આજના પામરોને અતિશયોક્તિભરી લાગે એમાં કાંઈ આશ્ચર્ય નથી. - એ બિચારા અજ્ઞાન છે : જેઓ ચોવીસે કલાક નળની ચકલીઓ ઉઘાડી રાખી પા શેર ને બદલે પાંચ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy