SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ 1571 - ૨૫ : દયાની ઓળખ - 105 - ૩૮૩ સભાઃ “વિગઈ વિના ચાલે ખરું ?' જરૂર ચાલે; ન કેમ ચાલે ? મહાપુરુષોએ બરાબર ચલાવ્યું છે. ધના કાકંદી જેવા ભરપૂર સાહ્યબીવાળા પુષ્પની શય્યામાં પોઢનારાએ પણ દીક્ષા લીધા પછી જાવજીવ છઠ્ઠને પારણે છઠ્ઠ કર્યા છે. પારણે આયંબીલ અને એ આયંબીલમાં આહાર પણ એવો કે જેના પર માખી પણ ન બેસે. નવ મહિનામાં તો શરીર એવું થયું છે કે ખુદ ભગવાને શ્રીમુખે કરેલી એમની પ્રશંસા સાંભળીને, વનમાં કાઉસ્સગ્ન ધ્યાને રહેલા એ મુનિને શોધવા નીકળેલા રાજા શ્રેણિકને, પોતાની નજરે પડવા છતાં એ ઓળખાયા નથી. માથું ટૂંબડા જેવું, શરીર હાડપીંજર જેવું, જીભ પલાશના પાંદડા જેવી, આંખો ઊંડી ઊતરી ગયેલી, જાણે વૃક્ષનું પૂંઠું ઊભું હોય એવા એ લાગતા હતા. રાજા શ્રેણિકે માંડ માંડ એમને શોધ્યાં છેઃ આ શરીર ગધેડાની જાતનું છેઃ આપણી પામરતાનો દોષ વસ્તુ પર ન કરાય. આપણે ન કરીએ તે ખામી આપણી છે. વિગઈ વગર ન જ ચાલે એમ નથી. દુનિયામાં ઘણાને વિગઈ નથી મળતી, છતાં અલમસ્ત શરીરવાળા દેખાય છે અને મોજથી જીવે છે. આ શરીર તો ગધેડાની જાતનું છે. પંપાળો તેમ આડું ચાલે ને પથ્થર મારો તો ઠેકાણે આવે. એને જેમ સાચવો તેમ એ ઢીલું થવાનું અને એના ઉપર જેમ કડકાઈ કરો તેમ એ કામ આપવાનું, એ એનો નિયમ છે. ચાર દિવસ તડકામાં ચાલતાં અમૂંઝણ થાય પણ પાંચમે દિવસે એની મેળે એ ઠેકાણે આવે. અનંતજ્ઞાનીઓની એકેય આજ્ઞા એવી નથી કે જેથી અહિત થાય. મુનિનો દેહ એ મોક્ષનું સાધન દુનિયાભરના આત્માઓને મુક્તિએ મોકલવાની ભાવનાવાળા અનંતજ્ઞાનીઓની એકે આજ્ઞા એવી ન હોય કે જે આત્માને અહિતકર હોય. જેમને એ ભાવદયાના સાગર પ્રભુની આજ્ઞા નથી ગમતી, તેમની કમનસીબી છે. મુનિનો દેહ એ તો મોક્ષનું સાધન છે. તમારી મોટર અને મંદિરનો રથ એ બેય વરઘોડામાં નીકળે, તોય રથને ધર્મનું સાધન મનાય. પણ મોટરને ન મનાય. મોટ૨ તો બાર મહિનામાં બે-ચાર વખત વરઘોડામાં નીકળે. બાકી તો બારેય માસ તમારી ધમાલમાં જ વપરાય. વરઘોડામાં વપરાય તે પણ પોતાના દીકરા માટે અથવા તો જેની શરમ પડે એવા સંબંધીના દીકરા માટે, બાકી કોઈ સામાન્ય માણસના દીકરા માટે કે શ્રીસંઘના ઉપયોગમાં એ ભાગ્યે જ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy