________________
૩૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1572 કામમાં આવે. હાલત આવી છે માટે એ મોટર ધર્મનું સાધન ન કહેવાય. રથ તો વરઘોડામાં જ નીકળે માટે એને ધર્મનું સાધન કહેવાય. વેષધારી વહોરવા આવે તો ?
મુનિના શરીરને ધર્મનું સાધન કહેવાય. કેમ કે કેવળ સંયમ માટે જ એની તમામ ક્રિયા છે. તમારું શરીર સામાયિક કરે તો પણ બે ઘડીનું કરે, તે પણ ફુરસદે કરે અને તે પણ થાય તો કરે નહિ તો ન પણ કરે. વળી, એ સામાયિકમાં પણ દેશથી પાપ તો બેઠેલું જ છે. તમે પૌષધ કર્યાની તારીખનું વ્યાજ, જેને ધીર્યા હોય એની પાસેથી છોડી દો છો ? નહિ જ. અર્થાત્ પૌષધમાં પણ અનુમોદના ચાલુ છે. પૌષધ કરવા આવે છે તે પણ બધી પેરવી કરીને જ આવે છે. ઘરના માણસોને અને નોકરચાકરોને તમામ સૂચનાઓ કરીને જે આવે અને છતાં જરૂર પડે તો ઉપાશ્રયે આવીને પૂછી જવાનું અને હું ઇશારે સમજાવું તે સમજવાનું, એમ બધી ભલામણ કરીને આવે. સાધુ માટે એવું નથી. આ સાધુની વાત કરું છું, વેષધારીની નહિ હોં ! વેષ સાધુનો હોય છતાં દુનિયાની મમતા જતી ન હોય, પાપસ્થાનકની ક્રિયામાં મહાલતો હોય, પાપની દેશના દીધે જ જતો હોય, એવાની વાત નથી. પણ જે ખરેખર મુનિ છે તેની વાત કરું છું. તમારામાં સામર્થ્ય હોય તો વેષધારી તમારાથી ગભરાય, સામે આવવાની હિંમત જ ન કરે. અસાધુને સાધુ માનવા તે દશ પ્રકારનાં મિથ્યાત્વોમાંનું એક છે.
સભાઃ “વેષધારી વહોરવા આવે તો ?' ' ,
આવે તો આપો પણ તે વખતે કહો કે, “ગૃહસ્થ છું, આવેલા કોઈ પણ વાચકને પાછો કાઢતો નથી માટે આપું છું; બાકી મુનિ તરીકે વહોરાવતો નથી. લોક ધર્મની નિંદા ન કરે માટે આપું છું.” આ રીતે કહીને આપો તો ફરી નહિ આવે. કહેવાની અનેક રીત હોય છે. નીડર હોય તે આ રીતે સ્પષ્ટ કહે. નબળો હોય તે વળી બીજી રીતે કહે. એ કહે કે, “આપ પધાર્યા તો ઠીક છે, સાંભળ્યું છે કે આપ દેશનામાં આવી આવી વાત કરો છો, તો એ વાત સાચી છે ? અમારે એ જાણવાની ઇચ્છા છે.” એમ આવેશ આવ્યા વિના પ્રશ્નો કરવા. એમને આવેશ આવે તો ભલે, પણ તમારે ગુસ્સો ન કરવો. ઠંડકથી જ વાત કરવી. અંતિમ પ્રદેશવાદી નિહનવઃ
શાસ્ત્રમાં એક નિદ્ભવની વાત આવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંના અંતિમ એક પ્રદેશમાં જ આત્માનું અસ્તિત્વ છે, એમ તે માનતો હતો; અને તેમાં એ દલીલ આપતો કે સો તંતુના પટમાં કારણભૂત સોમો તંતુ છે. નવાણું તંતુ ભેગા થયા હોય પણ સોમો તંત ન આવે ત્યાં સુધી તો તંતુનો પટ ન બને; માટે