________________
1573
૨૫ : દયાની ઓળખ - 105 –
૩૮૫ સો તંતુનું પટપણું સોમા તંતુમાં છે. પણ એ કુતર્કવાદીને એવો ખ્યાલ ન હતો કે સોમો તંતુ આવ્યા પછી પણ પહેલો અગર વચ્ચેનો કોઈ પણ તંતુ ન હોય તો પણ એ સો તંતુનો પટ ન બને. એના કુતર્ક સામે આ સબળ યુક્તિ છે. પણ એ માને તો ને ? પછી તો એનું ટોળું વધતું ચાલ્યું. નવો મત ચાલુ થઈ ગયો અને એનો ઉપદેશ દેવા માંડ્યો. એક પરમ શ્રાવકના જાણવામાં આ વાત આવી; એના મનમાં આમને સાચો પાઠ ભણાવવાની ભાવના થઈ; પણ પેલી યુક્તિથી તે માનવાના નહિ એટલે એણે બીજો રસ્તો મનમાં વિચારી રાખ્યો. એ પરમ શ્રાવકે કરેલો ઉપાયઃ
ફરતાં ફરતાં પેલો નિદ્ભવ એ ગામમાં આવ્યો ત્યારે આ શ્રાવક એમને સામે લેવા ગયો અને ભક્તિનો દેખાવ કરી પોતાના ઘેર વહોરવા માટે એમને તેડી લાવ્યો. મુનિની સન્મુખ તમામ ઉત્તમ ચીજો ધરી અને જે જે ચીજનો મુનિએ ખપ બતાવ્યો તેની છેલ્લી એક-એક કણી લઈ મુનિના પાત્રમાં વહોરાવી. મુનિએ કહ્યું, ‘ભાગ્યશાળી ! આ શી મશ્કરી માંડી છે ? મગજ તો ઠેકાણે છે ને ?' શ્રાવકે જણાવ્યું કે, “ભગવંત ! આપના સિદ્ધાંતનું જ પાલન કરું છું. આપ વસ્તુના છેલ્લા પ્રદેશમાં જ વસ્તુનું અસ્તિત્વ માનો છો એટલે હું પણ વસ્તુના છેલ્લા કણ દ્વારા બધો માલ આપને વહોરાવું છું. બાકીનો તો આ માલ વગરનો કચરો, જેમાં વસ્તુનું અસ્તિત્વ જ નથી તે કાંઈ આપને વહોરાવાય ?' આ સાંભળતાં જ એ નિદ્ભવની સાન ઠેકાણે આવી ગઈ. “મિચ્છામિ દુક્કડ' દઈ પોતાની ભૂલ સુધારી લીધી. આમ ઉપાય તો છે પણ પોતાના હૈયામાં પ્રભુમાર્ગ પ્રત્યેની પ્રીતિ અને પ્રતીતિ હોવી જોઈએ ને ? મુનિ સદોષ-નિર્દોષ જુએ :
આજના લોકોની દૃષ્ટિ જુદી છે. માર્ગની જાણકારી નથી છતાં ડહાપણનો પાર નથી. મુનિ ભિક્ષાએ આવે ત્યારે, જેને ત્યાં આવે તેને ત્યાં સારી ચીજ પણ હોય અને સામાન્ય ચીજ પણ હોય. મુનિ તે વખતે સામાન્ય ચીજમાં અધિક દોષ જુએ તો સારી ચીજ પણ લે.ચીજ સારી કે સામાન્ય, એ જોવાનું નથી પણ દોષિત કે નિર્દોષ એ જોવાનું મહત્ત્વનું છે. પણ એ જગ્યાએ આજનો કોઈ જમાનાવાદી હાજર હોય ને જુએ તો કહેશે કે “જોયું ! મુનિએ રોટલો ન લીધો ને શીરો લીધો.” શાસ્ત્ર આવા ક્ષુદ્ર હૃદયના લોકો ઊભા હોય ત્યાં મુનિને ગોચરી લેવાની પણ ના પાડી, કેમ કે એવાઓ તો ધર્મની હિલના કરે; સદોષ નિર્દોષનું એમને કાંઈ ભાન નથી. જો મુનિ શીરામાં અલ્પ દોષ દેખે અને રોટલામાં અધિક દોષ જુએ અને તેમ છતાં મુનિ શીરાને બદલે રોટલો લાવે, તો શાસ્ત્રદૃષ્ટિએ એને દોષ લાગે છે.