SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : નિયમ નાનો પ્રભાવ મોટો - 88 બાળક વારંવાર પડે છે છતાં માબાપ કહે છે કે-‘વાંધો નહિ. હોય ! પડી પણ જાય પણ એ પડતાં પડતાં જ શીખશે.’ 1299 ૧૧૧ જૈનશાસનના નિયમમાં પણ ભાંગી જવાનો સંભવ છતાં ન ભાંગવાની કાળજી સાથે એના સ્વીકાર વિના ચાલે જ નહિ. ભાગી જાય ત્યાં બચાવ છે પણ ઇરાદાપૂર્વક ભાંગે એનો કોઈ બચાવ નથી. કોઈ તીવ્ર કર્મોદયથી, અનુપયોગથી કે અકસ્માતથી નિયમ ભાંગે એ ભાંગી ગયો કહેવાય. ત્યાં બચાવની જગ્યા છે; પણ ઇરાદાપૂર્વક ભાંગે એનો બચાવ નથી. શરી૨માં ભયંકર બીમારી આવી, પોતાને ભાન નથી, કોઈ વાતનો ખ્યાલ નથી અને પાસે રહેલાઓ અમુક વસ્તુનો ઉપયોગ કરાવી દે એ વાત જુદી છે. એ જ રીતે તીવ્ર કર્મોદયથી પણ ઘણી વખત પતનદશા આવે છે. મોહની યાત્રા ભયંકર છે. એ યાત્રા વધે ત્યારે માણસ ગાંડોથેલો બને છે. મદિરા પીનારો એવો ગાંડો થાય છે કે છૂપી વાતો પણ બધી બોલી નાખે છે. રસ્તા વચ્ચે નાદાનની જેમ લથડિયાં ખાતો હોય છે. ભરબજારમાં લાંબો થઈને ચત્તોપાટ પડ્યો હોય છે. જરા શુદ્ધિ આવતાં શ૨માઈ, ઊભો થઈ ચાલવા માંડે છે. એ જ રીતે જ્યારે મોહનો નશો ચડે ત્યારે સાધુ, શ્રાવક, સમકિતી કે નિયમધારીને પોતાના સ્વરૂપનો ખ્યાલ રહેતો નથી. મોહમદિરા ભયંકર છે. ક્રોધના આવેશમાં માણસ ન બોલવાનું બોલી નાખે છે. પછી પસ્તાય છે પણ તે વખતે એને ખ્યાલ રહેતો નથી. સારો પણ માણસ દ્વેધી કે માની બન્યો પછી એનું ડહાપણ દૂર થઈ જાય છે. માટે તે શાસ્ત્ર કહ્યું કે આવેશમાં કોઈ કામ કરવું નહિ. આવેશમાં સારું કામ થઈ જાય તો વાંધો નથી, કારણ કે એનાથી તો લાભ જ છે. માટે એ જરૂ૨ ક૨વું પણ કોઈ અકાર્ય ન કરવું. સાકરના ઢગલામાં આંખો મીંચીને હાથ મારીએ અને મોંમાં નાખીએ તોયે વાંધો નહિ. નાનો કે મોટો જે ગાંગડો આવે તે મીઠો જ લાગે. પણ કાંકરીવાળા ખોરાકમાં એમ ન કરાય. આવેશમાં સત્કાર્ય કરી લેવું. લેણદાર આવીને બે શબ્દ આકરા બોલી ઉઘરાણી કરે અને તમે આવેશમાં આવીને તેના લેણા પૈસા આપી દો તો તેથી આબરૂ જાય નહિ પણ ઊલટી વધે. ‘આ તો ખરો શાહુકાર છે' એમ સામાને કહેવું પડે. એવા બે-પાંચ લેણદારોને ગુસ્સાના આવેશમાં પૈસા અપાઈ જાય તો બહાર હવા ફેલાઈ જાય ને લોકો બોલવા લાગે કે ‘આ તો પૈસા આપવા તૈયાર બેઠો છે. નકામી એના નામની ખોટી બૂમ લઈ આવ્યા છે.’ આ સાંભળી બીજા લેણદારો શાંત થઈ જાય અને ઊલટી તૂટી પેઢી પણ સંધાઈ જાય. આબરૂ અકબંધ રહી જાય. પણ આવેશમાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy