________________
૩૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1548 મરણના યોગે એમને જ્ઞાન થયું હતું. સાધુ થયા પછી કોઈ પ્રસંગે એકલા એકલા સાધુઓને વાચના આપવાની રમત રમતા હતા. ગુરુ એ બોલતા હતા તે સાંભળી ગયા. પોતે નજીકના બીજા ગામમાં જવા તૈયાર થયા ત્યારે સાધુઓએ પૂછ્યું, કે ભગવંત ! અમને વાચના કોણ આપશે ? ગુરુ કહે વજ તમને વાચના આપશે. સાધુઓને પણ ગુરુવચન પર કેટલો વિશ્વાસ ? તરત “તહત્તિ' કહી પ્રમાણ કર્યું પણ “આ વજ શું વાચના આપશે ?' એમ ન કહ્યું. વજ મુનિએ વાચના આપી, ગીતાર્થોએ પણ વિનયપૂર્વક હાથ જોડીને એમની પાસે વાચના લીધી. ગુરુ પાસે વાચના લેતા હતા તેના કરતાં વિશેષ રસ પડ્યો અને “ગુરુ મોડા આવે તો ઠીક’ એમ પણ મનમાં ભાવના થઈ. ગુરુ બીજે દિવસે આવ્યા. શિષ્યોને વાચના અંગે પૂછ્યું. શિષ્યોએ કહ્યું, કે અમને બહુ જ આનંદ આવ્યો. અમારી વિનંતી છે કે આપ અમારા વાચનાચાર્ય તરીકે એમને જ સ્થાપો. ગુરુએ ના પાડતાં જણાવ્યું કે ગુરુનિશ્રાએ એ હજી ભણેલ નથી માટે એ હજી વાચનાચાર્ય થવાને યોગ્ય નથી. એ રીતે ભણ્યા પછી વાત. હું નથી રમતો પણ મારી વય રમે છે:
આવા જ્ઞાની પણ બાલ્યવયના યોગે રમવામાં પડી જતા. ગુરુ કહેતા ત્યારે એ કહેતા કે, “હું નથી રમતો પણ મારી વય રમે છે.” ત્રણ જ્ઞાનના ધણી શ્રી જિનેશ્વરદેવો પણ નાની વયમાં રમતા હતા. વયનો પ્રભાવ કામ ન કરે ? આજના તત્ત્વજ્ઞાનીઓ તો આવા નાના સાધુ માંટે ઝટ કહી દે કે ‘લો ! સાધુ થયા છે ! કેમ ચાલવું તે તો આવડતું નથી, ઈર્યાસમિતિનું તો ભાન નથી.” પણ એમ ન બોલાય. એ વય જ. એવી છે કે એનાથી એવું બની જાય. કાંઈક યાદ આવે કે તરત ઉમળકો આવે ને દોડી જાય. કહેવામાં આવે કે તરત હસી પડે અને કહી દે કે “મારાથી દોડી જવાયું.” વયનો એ પ્રભાવ છે પણ એમને જો શ્રાવક હાથ જોડીને મીઠા શબ્દમાં કહે તો તરત એમને ભાન થઈ જાય. ફક્ત આવી ભૂલો કાઢી એ સાધુને નહિ વાંદનારા મિથ્યાદૃષ્ટિ છે. લોકવિરુદ્ધની ખોટી રજૂઆતઃ
બાળકને પ્રેમથી સમજાવવા મા-બાપ પણ શું નથી કરતાં ? બાળકને સમજાવવા હાથ ફેરવવો પડે. તેની સાથે ગેલ કરવી પડે અને એ કહે તે બધું કરવું પણ પડે. છોકરાંને મનાવતાં વાર કેટલી ? માએ ચાર ધોલ મારી હોય પણ ઘડી પછી પ્રેમથી હાથ ફેરવી “ભાઈ !” કહે ત્યાં ખુશ થઈને હસી પડતાં એને વાર નહિ. માથી રિસાઈને છોકરું કદી ભાગી ન જાય. આ તત્ત્વજ્ઞાનીઓ (!) તો બાળસાધુને જોઈને અકળાય છે. કહે છે કે, “એને વંદન