________________
157
-- ૨૩: સમ્યજ્ઞાનનું ફળ વિરતિ - 103 –
૩૫૯
કેમ કરાય ?” વંદન માટે પણ બાલ્યવય એમને નડે છે. પરંતુ વર્ષમાં બે વખત શ્રીપાળરાજાનો રાસ વાંચનારા એ ઉંમરવાળાઓને વૈરાગ્યનો ખ્યાલ કેમ નથી આવતો ? “લોકવિરુદ્ધની ખોટી રીતે રજૂઆત કરનારા એ લોકો મયણા સુંદરીએ શું કર્યું હતું, તે કેમ ભૂલી જાય છે ? શ્રી જિનેશ્વરદેવના વચન ખાતર એ શ્રદ્ધાળુ રાજકન્યાએ બાપનો, સભાનો અને નગરના લોકોનો વિરોધ કર્યો હતો કે નહીં ? શું એને દુરાગ્રહ કહેશો ? ત્રણ તત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવા ?
જેને ઉત્તરગુણ કે મૂળગુણ ઉપર પ્રેમ નથી એના સમકિતની ખાતરી શી ? સમકિત હોય તો પણ એ સમકિતને એણે લજવ્યું કહેવાય. રોજ “કરેમિભંતે'ના પાઠ ઉચ્ચરનારા અને રાસની ઢાળો લહેકાથી ગાનારા “લોકવિરુદ્ધની આવી અવળી રજૂઆત કરે તે યોગ્ય છે ? રોગ કાઢવા માટે આયંબિલ કરવાની મનફાવતી વાત એ રાસમાંથી યાદ રાખી. પણ મયણાસુંદરીએ જિનમંદિરમાં માતાને “અહીં નિસિહી કહીને આવ્યા છીએ માટે બીજી કોઈ વાત ન થાય” એમ કહ્યું તે કેમ યાદ ન રાખ્યું ? મયણાએ કોઈની દરકાર ન કરતાં સ્પષ્ટ કહ્યું કે, “પિતા પાલક ખરા પણ “એમના આધારે જ હું” એ વાત માન્ય ન રખાય.” આજના એ શ્રાવકો તો ગુરુતત્ત્વને જ ઉડાવે છે. ત્રણ તત્ત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવાં ? સત્યની રક્ષા ખાતર તો હરિશ્ચંદ્ર કેટલું વેડ્યું ? સ્ત્રીને બીજે ઘેર પાણી ભરતી કરી, છોકરાંને ત્રીજે ઘેર છૂટાં મૂક્યાં, પોતે રખડતો થયો, શા માટે ? સત્ય માટે ને ? મયણાએ તત્ત્વ માટે વેક્યું. રાસમાં તો મહાપુરુષોએ વૈરાગ્યની છોળ ઉછાળી છે પણ વાંચનારા પોતાની દૃષ્ટિએ વાંચે છે. ગુરુ પાસે રાસ ધારવો જઈએ પછી વંચાય.
સભા પણ ગુરુ શિષ્યને શોધે કે શિષ્ય ગુરુને શોધે ?”
છોકરાં નિશાળે ભણવા જાય કે શિક્ષક છોકરાંને ઘેર ઘેર ભણાવવા જાય ? ટ્યૂશનની વાત છોડી દો. જે ગુરુ ઘેર ઘેર જાય એનામાં ગુરુતા જ ન હોય.
મૂળગુણ અને ઉત્તરગુણ પ્રત્યે પ્રેમ હોય તો સમ્યકત્વ દૃઢ થાય. દ્રવ્ય ચારિત્ર એ તો મૂળગુણની સેવા છે, પાલન તો હજી દૂર છે. પૂરું પામ્યા પછી જ લેવાની વાત કરનારાનો તો પત્તો જ ન લાગે. ગૌતમ મહારાજા જેવું ચારિત્ર પાળીએ છીએ એમ કોઈ કહે તો તે જૂઠું છે. ભગવાન મહાવીરે દર્શાવેલા અને ગૌતમ મહારાજાએ સેવેલા સંયમ માર્ગના અમે તો હજી એકડા ઘૂંટીએ છીએ, છઠ્ઠા ગુણઠાણની ટોચે હોવાની વાત અમારાથી થાય તેમ જ નથી. વ્યવહાર નય અમને છઠું હોવાનું કહે તો ઠીક છે, બાકી તો પાલન થવાથી આગળ વધશે એ