________________
૧ : ગુરુઓને પણ ઓળખો
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૭, ફાગણ સુદ-૫, બુધવાર, તા. ૫-૩-૧૯૩૦
♦ મનને સુંદર બનાવવા નિયમોની અનિવાર્યતા :
♦ શ્રી જિનેશ્વરો પણ નિયમના નિયંત્રણને સ્વીકારે છે :
♦ ઇન્દ્રિયો તથા મનને કાબૂમાં રાખે, તે જ સાચો બળવાન :
♦ કેવળજ્ઞાન અને શરીરબળને સંબંધ કેટલો ?
૭ ભૌતિક પદાર્થો હોય તેનો લાભ લેવાય પણ એથી એને ઉપાદેય ન મનાય :
♦ એવા શ્રીમંતો તો હકીકતમાં કંગાળ છે :
શ્રીમંતો : પૂર્વના અને આજના :
♦ પાપી સુખી દેખાય, પણ વધુ દુ:ખી થવા માટે :
• શાંતિ એ કુગુરુઓનું અમોઘ શસ્ત્ર છે :
81
મનને સુંદર બનાવવા નિયમોની અનિવાર્યતા :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂનું વર્ણન કરતાં શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠ તથા ઉત્તરગુણરૂપ રત્નોથી મંડિત મૂળગુણરૂપ સુવર્ણમય મેખલાનું સ્વરૂપ બતાવી ગયા અને હવે ચિત્રકૂટનું વર્ણન કરે છે. મેરૂપર્વતને સોનાના પીઠતલ પર ઊંચા, ઉજ્જ્વલ અને કાંતિમાન શિખરો હોય છે, તેવી ૨ીતે શ્રી સંઘમેરૂ ૫૨ ઊંચા પ્રકારની નિયમરૂપી સુવર્ણમય શીલા ઉપર ચિત્તરૂપી સુંદર, ઉજ્વલ અને ઝળહળતાં શિખરો જોઈએ.
શ્રી સંઘરૂપી મેરૂમાં સુવર્ણમય શિલાને ઠેકાણે નિયમો છે. જેનાથી પાંચે ઇંદ્રિયો તથા નોઇંદ્રિય (મન), એ છનું દમન (નિયમન) થાય તે નિયમ. આવા નિયમ ઉપર ઉત્તમ ચિત્તરૂપી શિખરો શોભે છે. ઇંદ્રિયો તથા મનના દમન વિના આત્માનો ઉદ્ધાર નથી. ઇંદ્રિયોના વિષયોમાં રાચતા માચતા અને મનથી સારીયે દુનિયામાં ૨ખડતા આત્માઓ પરિણામની શુદ્ધ ધારા લાવે ક્યાંથી ? પરિણામની શુદ્ધ ધારા વિના સંઘત્વ શોભે કઈ રીતે ? શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેનારાઓ નિયમથી દૂર ભાગે કે નિયમની સન્મુખ જાય ? એ તો નિયમ માટે આતુર હોય, સંઘમાં રહેલા ‘આ ન બને’ એવું બોલનારા ન હોય પણ ‘આં ન કેમ બને ?’ એવી ભાવનાવાળા હોય. નિયમની વાત આજે બહુ ભારે લાગે છે.