SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1190 જો કે આ તો હજી ઉપદેશ છે. પણ ઉપદેશ ફળે ક્યારે ? નિયમની જરૂરિયાત સમજાય તો ને ? ઇંદ્રિયો તથા મન ગમે તેવાં હોય પણ જો એના પર અંકુશ ન હોય તો એ ૨ખડાવી મારે. - જૈનશાસન સાથે આજના જમાનાવાદીઓને મેળ નથી તેનું કારણ આ જ છે કે આ શાસન અંકુશની વાત કરે છે. એ લોકો કહે છે કે અંકુશ શા માટે ? ભગવાન મહાવીર તથા ઇંદ્રભૂતિજીના સમયમાં જ કાલસૌકરિક તથા કોણિક જેવા નરકે જનારા પણ હતા ને ? એમના કરતાં ભગવાન મહાવીરદેવની અને ઇંદ્રભૂતિજીની ઇંદ્રિયો ઓછી બળવાન ન હતી પણ એમણે એના ઉપર કાબૂ મેળવ્યો હતો. કોઈની ઇંદ્રિયો તેજ હોય તેમાં હરકત નથી. પુણ્યવાનની આંખો તેજદાર પણ હોય પરંતુ જેની આંખો તેજદાર હોય તે જુએ શું ? ગમે તે ? જોઈ શકે તેણે ફાવે તે જોવું અને ખાઈ શકે તેણે ભાવે તે ખાવું, આ વિચાર કેવા ? આવા વિચારો સંઘમાં ન હોઈ શકે. શ્રી જિનેશ્વરો પણ નિયમનાં નિયંત્રણોને સ્વીકારે છે : નિયમ ન હોય તે હજી નભે, “નિયમની જરૂર શી?” એમ કહે તે ન ચાલે. શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલો સંઘ પોલો નથી. એ સંઘમાં રહેવા માટેના બંધારણમાં જે પરીક્ષા બતાવી છે, એ પરીક્ષા નાનીસૂની નથી. એ સંઘમાં દાખલ થવામાં નાતજાતનો વાંધો નથી. જાડો-પાતળો, ઊંચો-નીચો કે લાંબો-ટૂંકો કોઈ પણ એમાં દાખલ થઈ શકે છે પણ તેણે નિયમની મહત્તાને તો સ્વીકારવી જ પડે. ઘણા કહે છે કે-“અમે પૂજા કરીએ છીએ પણ અમારે પૂજાનો નિયમ લેવો નથી.” અમે અમુક ચીજ ખાતા નથી પણ અમારે એનો નિયમ ન જોઈએ.” આનું કારણ શું ? કારણ એ કે વખતે પૂજા ન થાય તો વખતે એ જ ચીજ ખાવાનો પ્રસંગે આવે તો ? હું કહું છું કે એ “વખતે !” એવું ન થાય માટે જ નિયમની જરૂર છે. દીક્ષા લેતી વખતે પોતે હવે સાવદ્ય વ્યાપાર કરવાના નથી એવી શ્રી જિનેશ્વરદેવને તો ખાતરી જ હતી, તો પણ “નમો સિદ્ધાણં' કહીને “કરેમિ સામાયિય'નું પચ્ચખાણ ઉચ્ચરે છે ને ? કેમ ! તો કહે છે કે પચ્ચખ્ખાણ વિના ક્રિયા નથી બનતી. નિયમ વિના સાધુ, શ્રાવક કે સમ્યગ્દષ્ટિ ન બની શકાય. અનાદિની કુવાસનાને લઈને સંયોગવશ આત્મા ચલાયમાન થાય તેવો સંભવ છે માટે નિયમની જરૂર છે. જાતવાન ઘોડા પર પણ લગામ વિના સવાર ન થવાય કારણ કે અંતે તો એ જાનવર ને ? મન, વચન, કાયા, ઇંદ્રિયો એ બધા અંતે તો જડને ? ચૈતન્યના યોગે એ કામ કરતા દેખાવાથી ચેતન જેવાં લાગે છે;
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy