________________
૪૫૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
12 વીણીને એને યોગ્ય એવા શબ્દોનો ઉપયોગ કરે કે જેથી એના આક્ષેપોના ફુરચા ઊડે અને એ તમામ આક્ષેપો વજૂદ વિનાના ઠરે. શેઠને ત્યાંથી છૂટો થયેલો મુનીમ શેઠ માટે બહાર ગમે તેમ બોલવા માંડે તો શેઠ છાપામાં જાહેરાત આપી દે કે, “અમારે ત્યાં ગોલમાલ કરવાથી એને છૂટો કરવો પડ્યો છે. દયા આવવાથી જેલ ભેગો નથી કર્યો, પરંતુ એ વિશ્વાસ કરવા લાયક નથી.' આટલી જાહેરાતથી પેલાની અસર ઊડી જાય. જો શેઠ પણ એને ભઈ બાપા કરે તો શેઠને ચોથે દિવસે દેવાળું આવે, કારણ કે શેઠની તિજોરી ખાલી હોવાની વાત તો પેલો ફેલાવતો જ હોય. એ જ રીતે મુનિ પણ જો ધીમું ધીમું બોલે તો પેલાની વાતો લોકને સાચી લાગે માટે મુનિથી એવે અવસરે ધીમું બોલાય જ નહિ. આવી દલીલ કરનારને શું કહેવું?
આચાર્ય પાસે આવીને પેલો ભગવાન મહાવીરને ગાળ દઈ જાય તો ભલે તે ભગવાન મહાવીરના આચાર્યને માનતો હોય તો પણ જુહો છે. આચાર્યને માને તે ભગવાન મહાવીરને ગાળ દે શી રીતે ? ભગવાન મહાવીરદેવની ગેરહાજરીમાં આચાર્યો શાસનના શિરતાજ છે. એ આચાર્યોને ગાળ દેનાર પણ સંઘ બહાર છે. શાસ્ત્રોમાં આચાર્યોની શ્રી જિનેશ્વરદેવ સાથે નવ રીતે સરખામણી કરી છે. આચાર્યો હુકમ પણ કાઢે. આજે તો કોઈ આચાર્ય એમ પણ કહે છે કે, “બિચારો ભગવાનને ગાળ દે છે. પણ મને તો માને છે ને ? માટે અવસરે ધીમેથી સુધારી લઈશ.” આવી દલીલ કરનારને શું કહેવું ? એને કહેવામાં આવે કે “પણ આપની પાસે આવું આવું બોલી જાય તે કેમ ચાલે ?' તો કહેશે કે “સમતા રાખો, પછી સુધારીશું.” પછી ક્યારે ? સંપૂર્ણ દવ લાગી ગયા પછી ? સાધુનાં મા-બાપ કોણ બની શકે ?
પિતાને માટે ખરાબ વાત સાંભળી રહે તે દીકરો નથી. તેમ ભગવાન કે પૂર્વાચાર્યો માટે એલફેલ વાતોને સાંભળી રહે તેને સાધુ મનાય ? આજે આવી રીતે એલફેલ બોલનારા તથા એને નિભાવનારા ગૃહસ્થોને સાધુનાં મા-બાપ બનવું છે, પણ એમને હું કહું છું કે “પહેલાં તમારા ઘરમાં છોકરાંઓનાં તો માબાપ બનો ! ઘરનાં ચાર છોકરાંને તો સન્માર્ગે ચડાવો ! પોતાનાં પેદા કરેલાં અને દૂધ પાઈને ઉછરેલાં પોતાનાં સંતાન ભગવાનને અને ભગવાનના શાસનને છડેચોક ગાળ દે ત્યાં તો “શું કરીએ ?' એવું કહેનારાઓ સાધુનાં માબાપ બનવા આવે છે તે આશ્ચર્ય છે. સાધુનાં સાચાં મા-બાપ બનો:
સૂયગડાંગ”ની એ વાતો કરે છે. પણ એ તો મેં પણ વાંચ્યું છે. ત્યાં તો મા