________________
1641 - ૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ - 109 – ૪૫૩ ભાષાસમિતિના પરમાર્થને સમજો,
જે મુનીમ પોતાના શેઠ માટે બોલાતી ગાળો શાંતિથી સાંભળી લે એવાને ચોપડા, તિજોરી કે વહીવટ સોંપાય ? આટલી સીધીસાદી વાત અહીં પણ લાગુ કરવાની છે. ત્યાં એ વાત બરાબર સમજનારા અહીં ભાષાસમિતિની વાત કેમ આગળ કરે છે ? ભાષાસમિતિ તે કે જેમ વાણી ઝરે તેમ ઉન્માર્ગના ભુક્કા ઊડે અને સન્માર્ગનો પ્રચાર થાય. જે વાણીથી ઉન્માર્ગની પુષ્ટિ થાય તે વાણીમાં તો ભાષાસમિતિ ખંડિત થાય છે. જે સાધુની વાત સાંભળીને ઉન્માર્ગીઓ હસીને જાય, “અમારો સિદ્ધાંત પોષાયો’ એવી પાપી માન્યતા પુષ્ટ કરીને જાય એ સાધુ ભાષાસમિતિના પરમાર્થને સમજ્યો જ નથી અને આવા અણસમજુ સાધુઓ પાટે બેસવાને પણ લાયક નથી. આવા સર્વોત્તમ સાહિત્યને ગાળ દેનારા કમનસીબ છેઃ
પોતાના અસીલની લુચ્ચાઈ જાણવા છતાં પૈસા ખાતર વકીલ એનાં વખાણ કરે, એ દુનિયામાં ચાલે છે. પણ અહીં એવું ચાલે ? આત્માને તારનારી વસ્તુ માટે સાધુ બેદરકાર શી રીતે રહી શકે ? ભાષાસમિતિની વાત ક્યાં સુધી ? હજી તો આ શબ્દો કાંઈ નથી. પણ શાસ્ત્રકારે તો કુવાદીઓને મૂર્ખ ચક્રવર્તી કહ્યા છે. ચક્રવર્તી છ ખંડના માલિક હોય તેમ આ મૂર્ખ પણ જ્યાં બેસે ત્યાં જ ખાડા પાડે. જે મૂર્ખને થોડી વાર પહેલાંની વાત પણ યાદ નથી રહેતી એવાને સર્વજ્ઞના સિદ્ધાંતની શી ખબર હોય ? સાહિત્યનું એને ભાન શું હોય ? શ્રી જિનેશ્વરદેવના અહિત્યની તુલનામાં ઊભું રહે એવું એક તો સાહિત્ય લાવો ? જૈનશાસનને.નવતત્ત્વનું જે વર્ણન કર્યું એવું એક તત્ત્વ પણ બીજે નહિ મળે. આવું સાહિત્ય પામી એને ગાળ દેનારા કમનસીબ નથી ? એવે અવસરે ધીમે બોલાય જ નહિઃ
એવા ગાળ દેનારને હીણકર્મી ન કહેવાય ? પોતાના બાપને દેવાતી ગાળા તો કપૂત સાંખી લે. બાપે કદી ભૂલ કરી હોય અને પોતાનાથી બોલાય તેમ ન હોય તો નીચે મોંએ ત્યાંથી ચાલ્યો જાય. પણ સાંભળવા ઊભો ન રહે, તો પછી આ તો વીતરાગ જેવા બાપને ગાળો દેવાય તે કેમ સંભળાય ? આજે તો પોતાની કીર્તિ અખંડિત રાખવા એ સાંભળી લેવાય છે અને ઉપરથી ગૌરવ લેવાય છે કે, “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' - સમતા સમાન ગુણ નથી અને શાંતિ વિના ધર્મ નથી વગેરે. લાખનું નુકસાન થતું હોય કે જાતને કલંક આવતું હોય ત્યાં શાંતિ કે ક્ષમા નથી રખાતી. પણ ધર્મની વાત આવે ત્યાં એવી વાતો આગળ કરાય તો એવી પોલ ચાલે ? એવા નાલાયકો માટે તો સાધુ કોષમાંથી વણી