________________
1640
૪૫૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સમયે, વિના સમયે નહિ. સાધુ મીઠા શબ્દો બોલે એ વાત ખરી પણ જે સમયે પાપાત્માઓ ધર્મ ઉપર આક્રમણ લાવે ત્યારે પણ એમ ? ના. ત્યારે તો સાધુ એવું બોલે કે આવનારને ભોંય ભારે પડે. સાધુ પાસે જઈને દેવ ગુરુ ધર્મ માટે કોઈ એલફેલ બોલે ને સાધુ સાંભળી ૨હે તો પેલો તો છાતી ઉપર ચઢી જાય. પૂર્વાચાર્યોને અંગારા કહે, શાસ્ત્રોને દફનાવી દેવાનું કહે તોય સાધુ મૂંગા રહે ? અરે સાચો સાધુ તો તે વખતે એને કહી દે કે ‘તું અહીંથી ઊભો થઈ જા. તારી સાથે તો વાત કરવી પણ યોગ્ય નથી.' પેલાને તમ્મર આવી જાય એવું કડક તે વખતે સાધુ બોલે. સાધુ એને કહી દે કે ‘અરે કંગાળ ! પહેલાં કારણ સમજાવ. પછી પૂર્વાચાર્યો માટે જેમ તેમ બોલ. ખાલી બખાળા ન કાઢ.'
વાત કરવા માટે લાયક કોણ ?
કોઈ માણસ એના લેણદા૨નો વાયદો પૂરો થયા પહેલાં જ મરી જાય તો એમાં કાંઈ એનો ગુનો નથી. પેલો લેણદાર એના દીકરા પાસે ઉઘરાણી કરે અને એ ન આપે તો તો કાંઈ કહે પણ એ પહેલેથી જ એના બાપને ગાળો દેવા માંડે તો તો એ દીકરો પહેલાં તો બાપની બદનક્ષીની ફરિયાદ માંડે. એ જ રીતે એ લોકો અહીં આવે, સિદ્ધાંતની વાતો મૂકે, સાધુ એને જવાબ ન દઈ શકે, એની દલીલોના ફુરચા ન ઉડાડે તો તો દાંત ભીંસી ગમે તેમ બોલે (જો કે વિવેકી તો, તો પણ એવું ન કરે) તો એ વાત જુદી પણ મુનિની તો જીભ સાબૂત છે, જવાબ દેવાની તાકાત છે છતાં પેલો પૂર્વાચાર્યોને ગાળો દે તો એ સાંભળી ૨હે ? જો સાંભળી ૨હે તો માનવું કે એનામાં શ્રી જિનેશ્વરર્દેવના શાસન પ્રત્યે પ્રેમનો છાંટો પણ નથી. ભગવાન શ્રી મહાવીરદેવને ગાળો દેનારો અહીં ઉપાશ્રયમાં પગ પણ મૂકી શકે ? એ તો વાત ક૨વા કે અહીં બેસવા માટે પણ નાલાયક છે. લાયક તો તે છે કે જે સમજવા માટે મહેનત કરે, સમજવા માટે વિનયપૂર્વક વાત કરે, ન સમજાય તોય સભ્યતા ન ગુમાવે, આક્ષેપબાજી ન કરે. આ તો પોતાને ભગવાન, ભગવાનના આગમો અને સાધુઓ માટે ફાવે તેમ બોલવું છે અને સાધુ જ્યારે તેના સચોટ રદિયા આપી પ્રતિકાર કરે ત્યારે ભાષાસમિતિની વાતો કરવી છે, એ ચાલે ? આવા પ્રસંગે દેવગુરુ ધર્મના રક્ષણ માટે કડક કડક શબ્દો ન બોલે અને ભાષાસમિતિના નામે ઢીલી વાતો કરે તે સાધુ નથી. કદાચ પોતાનામાં એવી શક્તિ ન હોય તો એમ કહી દે કે, ‘ભાઈ ! મારામાં સમજાવવાની શક્તિ નથી, સમજવું હોય તો અમુકની પાસે જા અને ન સમજવું હોય તો તું જાણ, પણ અમારા પૂજ્ય મહાપુરુષો માટે. કાંઈ એલફેલ બોલીશ
નહિ.'